નવી દિલ્હીઃ લોકોની જાગૃતિ છતાં દેશમાં સાયબર ફ્રૉડ (Cyber Fraud) ના કેસો ઝડપથી વધી રહ્યાં છે. સાયબર ક્રિમિનલ સમય સમય પર છેતરપિંડી માટે નવા નવા પ્રકારો શોધી કાઢે છે, અને આનાથી કેટલાય લોકોને છેતરપિંડીનો શિકાર બનાવે છે. આમાં પણ સૌથી કારગર હથિયાર છે સ્માર્ટફોન (SmartPhone), કેમ કે આજના સમયમાં મોટા ભાગના લોકો સ્માર્ટફોનથી જ પોતાના બેન્કિંગ સાથે જોડાય છે, અને કામ કરે છે. આવામાં સાયબર ક્રાઇમથી કોઇપણને મોટુ નુકશાન થઇ શકે છે. તાજેતરમાં જ મેલિસિયસ બેન્કિંગ ટ્રૉઝન એપથી જાણવા મળ્યુ છે કે જે લોકોની બેન્ક એપ, ડિજીટલ વૉલેટ (Digital Wallet) અને ક્રિપ્ટો વૉલેટ (Crypto Wallet) ને નિશાન બનાવી રહ્યાં હતા. જાણો શું છે આખો મામલો........
કઇ છે આ એપ -
આ ખતરનાક એપની જાણ હમણાં જ થઇ છે. ચોંકાવનારી વાત એ છે કે આ એપ ગૂગલ પ્લે સ્ટૉર (Google Play Store) પર 10 હજારથી વધુ વાર ડાઉનલૉડ થઇ ચૂકી છે. આ એપનુ નામ છે 'ક્યૂઆર કૉડ ઔર બારકૉડ સ્કેન' એપ. હાલ પકડમાં આવ્યા બાદ ગૂગલે આ એપને પ્લે સ્ટૉરમાંથી બેન કરી દીધી છે.
કઇ રીતે કરે છે કામ -
રિપોર્ટ અનુસાર, 2021ની શરૂઆતમાં TeaBot નામની એક દ્વારા એક ટ્રૉઝન માલવેયર બહાર પાડવામાં આવ્યો હતો. આ ટ્રૉઝનને યૂઝર્સના ડિવાઇસમાં જઇને ક્રેડેન્શિયલ્સ અને એસએમએસ ચોરવાના હેતુથી તૈયાર કરવામાં આવી હતી. આ ફોનમાં ઘૂસ્યા બાદ પણ દેખાતી ન હતી. ફોનમાં એન્ટ્રી કરતા જ આ તમારા ફોનની સ્ક્રીનનો એક્સેસ લઇ લેતા હતા. આ પછી એસએમએસનો એક્સેસ પણ તેની પાસે હોતો હતો. આ ઉપરાંત આ તમારી બેન્કિંગ સાથે જોડાયેલી લૉગીન આઇડી અને પાસવર્ડને પણ ચોરી લેતા હતા. આ પછી હેકર્સ તમારા બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉડાવતા હતા.
આ પણ વાંચો.........
ડાયટિંગમાં ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ભરપેટ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો વેઇટ લોસન કારગર ટિપ્સ
વજન ઉતારવું હોય તો આ બે આદત હોય તો તાત્કાલિક છોડી દો, નહિ તો નહિ મળે રિઝલ્ટ
Skin care tips: પાર્લર જેવો નિખાર મેળવવા માટે આ કારગર ટિપ્સને કરો ફોલો, ઇન્સ્ટન્ટ ગ્લો મળશે
Parenting tips: બાળકની હાઇટ ઓછી હોવાથી પરેશાન છો? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ
પરીક્ષા વિના સરકારી કંપનીમાં મેનેજર બનવાની સુવર્ણ તક, બસ આટલી લાયકાત હોવી જોઈએ, 2 લાખથી વધુ હશે પગાર