Google Hangouts Shut Down : ગૂગલે પોતાના હેન્ગઆઉટ (Hangouts) ને આ વર્ષે બંધ કરી દેવાની જાહેરાત કરી છે. ફેબ્રુઆરી 2022માં ગૂગલે Hangouts એપને Google Chat ની સાથે રિપ્લેસ કરવામાં આવી હતી, હવે કંપની તેને પુરેપુરી રીતે બંધ કરવાની તૈયારીમાં છે. ગૂગલના એક બ્લૉગ અનુસાર, Hangouts ને નવેમ્બર 2022માં બંધ કરવાનો પ્લાન બનાવી લેવામાં આવ્યો છે. હેન્ગઆઉટના તમામ યૂઝર્સને Google Chat પર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ગૂગલે Hangouts યૂઝર્સને ડેટા ડાઉનલૉડ કરવાની પણ સુવિધા આપી દીધી છે. 


ગૂગલે પોતાના બ્લૉગમાં લખ્યું- જે લોકો ફોનમાં Hangouts નો ઉપયોગ કરી રહ્યાં છે, તેને આજથી ચેટ એપ કે જીમેઇલમાં જવા માટે એક નૉટિફિકેશન મળવાનુ છે. Hangouts દ્વારા ક્રૉમ એક્સટેન્શનનો ઉપયોગ કરી રહેલા યૂઝર્સને પણ આ જ રીતે નૉટિફિકેશન મળી જશે. Hangouts ના વેબ યૂઝર્સને પણ ધીમે ધીમે ગૂગલ ચેટ પર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યાં છે. 


2013માં લૉન્ચ થયુ હતુ Hangouts -
વર્ષ હતુ 2013. 2013 માં ગૂગલે Hangouts ને Google+નુ એક ખાસ ફિચર તરીકે લૉન્ચ કર્યુ અને ગૂગલ હવે અને પુરેપુરી રીતે બંધ કરવા જઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ 2022માં ગૂગલ પ્લે સ્ટૉર ઉપરાંત Hangoutsને એપલના એપ સ્ટૉરમાંથી પણ હટાવી દીધુ હતુ. જોકે, જેની પાસે પહેલાથી આ એપ હતી, તે લોકો હજુ પણ આનો યૂઝ કરી રહ્યાં હતા. આ ઉપરાંત નવેમ્બર 2021માં ગૂગલે હેન્ગઆઉટમાંથી ગૃપ વીડિયો કૉલિંગ ફિચરને ટાટા બાય બાય કરી દીધુ હતુ. 


 


આ પણ વાંચો..... 


ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


ગુજરાતના આ વિસ્તારોમાં મેઘમહેર, 28 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો


India Corona Cases Today: દેશમાં જુલાઈ મહિનામાં સતત ત્રીજા દિવસે નોંધાયા 16 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ


Crime News: ‘ખુન કા બદલા ખુન’,અમદાવાદમાં પુત્રની હત્યા કરનાર યુવકને પરિવારે જાહેરમાં રહેંસી નાખ્યો


Accident: રોડ અકસ્માતમાં ગુજરાતના આ બીજેપી નેતાનું મોત, કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ


LRD પરીક્ષાની આન્સર-કીમાં વિસંગતતા અંગે આવ્યા મોટા સમાચાર, જાણો શું છે બાબત