નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ (Reliance Jio)ની પાસે અલગ અલગ કિંમતોમાં ઢગલાબંધ પ્રીપેડ પ્લાન અવેલેબલ છે, પરંતુ ગ્રાહકો વધુ વેલિડિટી વાળા પ્લાન માંગી રહ્યાં છે. જો તમે રિલાયન્સ યૂઝર્સ છો અને એક સારા પ્લાનની શોધમાં છો, તો અમે તમને અહીં એક ખાસ પ્લાન બતાવી રહ્યાં છીએ જેમાં રિલાયન્સ જિઓ સારામાં સારી ફેસિલિટી આપી રહ્યું છે, આમાં 400થી ઓછી કિંમતમાં 84 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવે છે.


આ પ્લાનની કિંમત ₹395 છે. ખાસ વાત છે કે, મોટા ભાગના લોકોને આ પ્લાન ધ્યાને નથી આવતો. ખરેખરમાં જિઓ વેબસાઇટ પર આ પ્રીપેડ પ્લાનને થોડો છુપાવીને રાખવામાં આવ્યો છે. આ પ્લાનને શોધવા માટે તમારે Value કેટેગરીમાં જવુ પડશે, આ જ કારણ છે કે અમે આને છુપા રુસ્તમ પ્લાન ગણાવ્યો છે. 


Jioનો 395 રૂપિયા વાળો પ્લાન - 
રિલાયન્સ જિઓનો ₹400 થી સસ્તો આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી હોય છે, 84 દિવસ વાળો આ પ્લાન જિઓનો સૌથી સસ્તો પ્લાન છે. આમાં તમને 6 જીબી ડેટા, અનલિમીટેડ, વૉઇસ કૉલની સાથે 1000 SMS મોકલવાની સુવિધા મળે છે. આની સાથે જિઓ એપ્સનુ ફ્રી સબ્સક્રિપ્શન પણ છે. 


Airtel-Viનો પ્લાન - 
આ જ રીતની સુવિધાઓની સાથે એરટેલનો પ્લાન પણ છે, જેની કિંમત 455 રૂપિયા છે, વળી વૉડાફોન આઇડિયા 459 રૂપિયામાં આ સુવિધાઓ આપી રહ્યું છે. આ બન્ને પ્લાન 84 દિવસ માટે માત્ર 6 જીબી ડેટા અને અનલિમીટેડ વૉઇસ કૉલિંગ આપી રહ્યું છે. એરટેલમાં કુલ 900 એસેએમએસ અને વૉડાફોન આઇડિયાના પ્લાનમાં 1000 એસએમએસ આપવામાં આવે છે. 


 


આ પણ વાંચો..... 


ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


ગુજરાતના આ વિસ્તારોમાં મેઘમહેર, 28 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો


India Corona Cases Today: દેશમાં જુલાઈ મહિનામાં સતત ત્રીજા દિવસે નોંધાયા 16 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ


Crime News: ‘ખુન કા બદલા ખુન’,અમદાવાદમાં પુત્રની હત્યા કરનાર યુવકને પરિવારે જાહેરમાં રહેંસી નાખ્યો


Accident: રોડ અકસ્માતમાં ગુજરાતના આ બીજેપી નેતાનું મોત, કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ


LRD પરીક્ષાની આન્સર-કીમાં વિસંગતતા અંગે આવ્યા મોટા સમાચાર, જાણો શું છે બાબત