ગૂગલ Pixel 4a લૉન્ચ થવાની માહિતી જર્મન બ્લૉગ Caschysના રિપોર્ટમાં મળી છે, આ ફોનનુ લૉન્ચિંગ એક ઇવેન્ટ દ્વારા થશે, અને આને લાઇવ સ્ટ્રીમ પણ કરી શકાશે. આ ફોનને યૂરોપિયન માર્કેટમાં 22 મેએ લૉન્ચ કરવાનો હતો, જોકે હવે તેને 5મી જૂને કરાશે.
માનવામાં આવે છે કે ગૂગલ પિક્સલ 4a ભારતમાં ઓછી કિંમતે લૉન્ચ થશે, કેટલાક રિપોર્ટનુ માનીએ તો આ ફોનની શરૂઆતી કિંમત 39,999 રૂપિયા હોઇ શકે છે. પણ આ માત્ર એક અનુમાન છે અસલ કિંમત તો લૉન્ચ થયા બાદ જ બહાર આવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાંજ સ્માર્ટફોન પર GST વધારી દેવામાં આવ્યુ છે, આ પછી મોબાઇલ ફોનની કિંમતોમાં વધારો થયો છે.
ગૂગલ Pixel 4aની ટક્કર oneplus 8, Samsung ગેલેક્સી S10 લાઇટ અને MI 10 5G જેવા સ્માર્ટફોન સાથે થશે, પણ કિંમત અને બેસ્ટ ફોટોગ્રાફીના કારણે કોણ બાજી મારશે તે લૉન્ચ બાદ જ ખબર પડશે.