નવી દિલ્હીઃ વીડિયો મેકિંગ એપ ટિકટોક ભારતમાં ખૂબ લોકપ્રિય છે. ભારત સહિત દુનિયાભરમાં તેનો મોટો યુઝર બેઝ છે. જેને જોતા હવે દિગ્ગજ ટેકનોલોજી કંપની  ગૂગલ પણ નવો શોર્ટ વીડિયો મેકિંગ એપ લઇને આવી છે જેનું નામ ગૂગલ Tangi રાખવામાં આવ્યું છે. આ એપને ગૂગલની Area 120 ટીમે તૈયાર કરી છે. કંપનીનું કહેવું છે કે આ એક સોશિયલ મીડિયા શેયરિંગ એપ છે જેના પર નાના વીડિયો શેર કરી શકાય છે.જેથી લોકો કાંઇક નવું શીખી શકે.


ટિકટોકની જેમ આ એપમાં પણ યુઝર્સ 60 સેકન્ડનો વીડિયો બનાવી શકશે. જ્યાં ટિકટોક એપનો ઉપયોગ મનોરંજન માટે વધુ કરવામાં આવે છે જ્યારે આ એપને એજ્યુકેશનલ ઉદેશ્યથી તૈયાર કરવામાં આવી છે. જેમાં વીડિયો માટે DIY,કુકિંગ, લાઇફસ્ટાઇલ, આર્ટ, ફેશન અને બ્યૂટી જેવી અલગ અલગ કેટેગરી આપવામાં આવી છે.

હાલમાં આ એપ એપલના એપ સ્ટોર અને web પર ડાઉનલોડ મફતમાં ઉપલબ્ધ છે. આ યુરોપિયન યુનિયનને  છોડીને દુનિયાભરમાં તમામ વિસ્તારોમાં ઉપલબ્ધ છે. જોકે, હાલમાં આ ગૂગલ  પ્લે સ્ટોર પર નથી. ગૂગલે કહ્યુ કે, હાલમાં સિમિત લોકો આ એપ પર વીડિયો અપલોડ કરી શકે છે.