નવી દિલ્હીઃ સ્માર્ટફોન યૂઝર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ પોતાના બે બ્રાન્ડેડ સ્માર્ટફોનની કિંતમાં ઘરખમ ઘટાડો કર્યો છે, હવે આ સ્માર્ટફોન સસ્તી કિંમતમાં મળી રહ્યાં છે.


ક્યા છે સ્માર્ટફોન ને કેટલી ઘટાડી કિંમત...
શ્યાઓમીએ પોતાના બે હેન્ડસેટ Redmi K20 અને Redmi K20 Proની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. હવે આ સ્માર્ટફોન ઓનલાઇન અને ઓફલાઇન જગ્યાએ સસ્તી કિંમતે મળી રહ્યાં છે.

શ્યાઓમીએ આ બન્ને સ્માર્ટફોનની કિંમતમાં 3000 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. શ્યાઓમીના ગ્લૉબલ વાઇસ પ્રેસિડેન્ટ અને શ્યાઓમી ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટરે ટ્વીટર પર આ વાતની માહિતી આપી છે.

Created with GIMP

ડાયેરેક્ટરે લખ્યું- 48 મેગાપિક્સલના કેમેરાવાળો Mi A3 સ્માર્ટફોનને હવે 11,999 રૂપિયામાં મળશે. Mi A3 સ્માર્ટફોનના બન્ને વેરિએન્ટની કિંમતો ઘટાડવામાં આવી છે. 4GB રેમ+64GB સ્ટૉરેજવાળા વેરિએન્ટ 1,000 રૂપિયાના પ્રાઇસ કટ બાદ 11,999 રૂપિયામાં મળશે. વળી કસ્ટમર્સને 6GB રેમ વાળુ વેરિએન્ટ 14,999 રૂપિયામાં મળશે.


Redmi K20 અને Redmi K20 Pro સ્માર્ટફોન્સની કિંમતોમાં 3,000 રૂપિયા સુધીનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. Redmi K20 સ્માર્ટફોનના 6GB રેમ+64GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટ 2,000 રૂપિયાની પ્રાઇસ કટ બાદ 19,999 રૂપિયામાં મળશે.

વળી, આ સ્માર્ટફોનમાં 6GB રેમ+128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 1,000 રૂપિયા સુધી ઘટાડવામાં આવી છે. ત્યારબાદ આ ફોન 22,999 રૂપિયામાં મળશે. Redmi K20 Proના બન્ને વેરિએન્ટની કિંમતોમાં 3,000 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. Redmi K20 Proના 6GB રેમ વાળા વેરિએન્ટ 24,999 રૂપિયામાં મળશે.