નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટ પર 19 જાન્યુઆરીથી શરૂ થયેલા Infinix Days Saleનો આજે છેલ્લો દિવસ છે, આ સેલમા કંપનીના કેટલાય સ્માર્ટફોન્સ પર સારુ એવી ડીલ મળી રહી છે. આમાં Infinix Note 7, Infinix Smart 5, Infinix Hot અને Infinix Smart 4 Plus સામેલ છે. વળી જો Infinix Hot 10ની વાત કરીએ તો આ ફોન પર 20 ટકાની છૂટ મળી રહી છે. ડિસ્કાઉન્ટ બાદ આ ફોન તમે 9499 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો.

ડિઝાઇન અને ડિસ્પ્લે..
નવા Infinix Hot 10ની ડિઝાઇન પ્રીમિયર લૂક વાળી છે. આમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.આમાં 6.78 ઇંચની મોટી એચી+ ટીએફટી એલસીડી ડિસ્પ્લે લાગેલી છે.

દમદાર છે પ્રૉસેસર અને બેટરી...
બેસ્ટ પરફોર્મન્સ માટે Infinix Hot 10માં ઓક્ટાકૉર પ્રૉસેસરની સાથે મીડિયાટેક હીલિયો G70 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ફોન એન્ડ્રોઇડ 10 આધારિત XOS 7.0 પર કામ કરે છે. આ ફોનમાં 5,200 mAhની દમદાર બેટીરી આપવામાં આવી છે.

કેમેરા...
ફોટોગ્રાફી માટે ફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં પ્રાઇમરી કેમેરો 16 મેગાપિક્સલનો છે, વળી બે લેન્સ 2-2 મેગાપિક્સલ અને ત્રીજો લેન્સ AI લેન્સ છે. આ ઉપરાંત ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.