ઘણીવાર તમે ન્યૂઝમાં સાંભળતા હશો કે કોઇ યુવતીના ફોનમાંથી તેના પર્સનલ ફોટો કે વીડિયોને લઇ લેવામાં આવ્યા અને બાદમાં તેને ઇન્ટરનેટ પર વાયરલ કરી દેવામાં આવ્યા અથવા તો તે ફોટો મારફતે તેને બ્લેકમેઇલ કરવામાં આવી હોય. જોકે, હાલના સમયમાં લોકો પણ સચેત બન્યા છે અને

  કોઇ અજાણ્યા વ્યક્તિને પોતાનો ફોન આપતા નથી. કારણ કે લોકોને પોતાના પર્સનલ ફોટો કે વીડિયો લીક થવાનો ડર હોય છે.


જોકે તમામ સુરક્ષા છતાં ડેટા ચોરી થઇ જાય છે. એવામાં જરૂરી છે કે ફોનને સિક્યોર કરવામાં આવે. જો તમે તમારા ફોનમાં કોઇ એપ ઇન્સ્ટોલ કરો છો ત્યારે  ગેલેરી, લોકેશન, ફોટો અને વીડિયો સંબંધિત અનેક પરમિશન માંગવામાં આવે છે. કોઇ એપ ઇન્સ્ટોલ કરો ત્યારે લોકેશન કે ગેલેરીની પરમિશન  માંગવામાં આવે છે પરંતુ ઘણીવાર આ પરમિશન આપવાની જરૂર હોતી નથી. કારણ કે આ એપને તમે પરમિશન આપો છો ત્યારે તે તમારા ડેટાને એક્સેસ કરી શકે છે.


તમારા ફોનમાં કોઇ સોફ્ટવેર કે હાર્ડવેરની ખામી આવી જાય અને તેને કોઇ પણ શોપમાં રિપેર કરાવવા આપો તો અગાઉ તેમાંના તમામ ડેટા બેકઅપ લઇ લેવો જોઇએ. ફોન બગડી જાય તો પણ તેમાંના ડેટા બેકઅપ લઇ શકાય છે. બાદમા તેને ફેક્ટરી રિસેટ કરી દેવો જોઇએ.  તે સિવાય રિપેરિંગમાં આપતા અગાઉ ફોનનું મેમરીકાર્ડ કાઢી લેવું જોઇએ.


ફોનમાં હંમેશા પેટર્ન કે નંબર સહિત લોક રાખી શકો છો. ઘણા ફોનમાં ફિંગરપ્રિન્ટ અથવા ફેસ લોક હોય છે. બની શકે તો આ પ્રકારના લોકનો ઉપયોગ કરો જેથી તમારા ફોનને ક્રેક કરી શકાય નહીં. જો તમે તમારા ફોન પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોવ તો ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. સોશિયલ મીડિયા પર ફોટો કે વીડિયો શેર કરતા સમયે ધ્યાન રાખો કે તમારો કોઇ પર્સનલ ફોટો કે ફાઇલ પોસ્ટ થઇ રહી નથી ને.


જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો તેને ઇન્ટરનેટ ઓન રાખીને ક્યારેય ફોન આપવો નહી. કારણ કે બાળકો રમતા રમતા ઇન્ટરનેટ પર ફાઇલો અપલોડ કરી શકે છે. તે સિવાય ઘણીવાર એડ મારફતે આવતી નકામી એપ પણ ફોનમાં ઇન્સ્ટોલ થઇ જાય છે. તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ હંમેશા અપડેટ રાખો. જેથી તમારા ફોનની સિક્યોરિટી લેવલ અનેક ગણુ વધી જાય છે. ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવા માટે તમારા ફોનમાં સેટિંગમાં જઇને  About Phoneમાં જાવ અને અહીં સિસ્ટમ અપડેટના ઓપ્શન પર ક્લિક કરો