મુંબઇઃ દુનિયામાં જ્યારે મોંઘા ફોનની વાત આવે છે ત્યારે માત્ર ને માત્ર એપલ નિર્મિત આઇફોન મૉડલની જ વાત કરવામાં આવે છે, પરંતુ એવુ જરાય નથી કે આઇફોન જ સૌથી મોંઘા હોય છે. દુનિયામાં કેટલીક કંપનીઓએ પોતાના એવા ભારે ભરખમ કિંમત વાળા ફોન લૉન્ચ કર્યા છે જેના મૉડલ માત્ર મર્યાદિત સંખ્યામાં જ ઉપલબ્ધ છે. અહીં અમને તમને પાંચ એવા દુનિયાના સૌથી મોંઘા ફોન વિશે વાત કરી રહ્યા છીએ, જુઓ લિસ્ટ....... 


Caviar iPhone 12 Pro Pure Gold - 


આઇફોનના ફિચર્સ વાળા Caviar iPhone 12 Pro Pure Gold દુનિયાનો સૌથી મોંઘા સ્માર્ટફોનમાંથી એક માનવામાં આવે છે. Caviar iPhone 12 Pro Pure Goldને માત્ર 7 ફોન્સ જ બનાવ્યા છે, આ ફોનની કિંમત 122,000 ડૉલર (91 લાખ રૂપિયા) છે. જો કોઇ વ્યક્તિ આ ફોનને ભારતમાં ઓર્ડર કરે છે, તો ટેક્સ અને અન્ય ડ્યૂટીઝના કારણે આ ફોન વધુ મોંઘો થઇ  જશે. આ ફોનની ખાસ વાત એ છે કે, આમાં 18 કેરેટ ગૉલ્ડની સાથે ડાયમન્ડ ફિટ કરવામાં આવ્યા છે, ઉલ્લેખનીય છે કે, આના ફિચર્સ iPhone 12 Pro જેવા જ છે, જે લોકો લેટેસ્ટ ટેકનોલૉજીની સાથે સાથે લક્ઝરી ફોન પણ લેવા માંગે છે તેમના આ માટે આ ફોન બેસ્ટ ઓપ્શન બની શકે છે. 


Samsung Galaxy S21 Ultra Caviar Edition -


સેમસંગનો આ ફોન પણ દુનિયાના સૌથી મોંઘા ફોનના લિસ્ટમાં સામેલ છે. આ કેવિયર (Caviar) નો આ બીજો સૌથી મોંઘો સ્માર્ટફોન છે. આ ફોનને માત્ર 4 વેરિએન્ટ લૉન્ચ કરવામાં આવ્યા છે. આને ગૉલ્ડ, ડાયમન્ડ, ટાઇટેનિયમ અને પ્યૉર લેધરમાં બનાવવામાં આવ્યો છે. આ ફોનના પાછળના ભાગને ટાઇટેનિયમથી તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ ગૉલ્ડને 3 ડાયમેન્શન હેડ આપવામાં આવ્યા છે, આ ઉપરાંત આ ફોનમાં બે ડાયમન્ડ પણ લગાવવામાં આવ્યા છે. આ ફોનના 128 જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 20 હજાર ડૉલર (14.5 લાખ રૂપિયા) છે. 


Goldvish Le Million -


ગૉલ્ડવીશનો આ ફોન પણ કરોડોની કિંમતમાં આવે છે, આ સ્વીડીશ કંપની ગૉલ્ડવીશે તૈયાર કર્યો હતો. આ ફોનને 2006 માં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે દુનિયાનો સૌથી મોંઘો ફોન જાહેર કર્યો હતો. આ ફોનની બૉડીમાં 1.20 લાખ ડાયમન્ડના ટુકડા લાગેલાછે. સાથે આમાં 18 કેરેટ ગૉલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આની કિંમત રૂપિયાની આસપાસ છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ આમાં માત્ર 3 મૉડલ પણ બનાવ્યા હતા. 


Gresso Luxor Las Vegas Jackpot -


ગ્રેસો લૂઝર્સ લાસ વેગાસ જેકપૉટ ફોન પણ દુનિયામાં સૌથી મોંઘા ફોનના લિસ્ટમાં સામેલ છે. આની કિંમત કરોડોમાં છે. આ ફોનની ખાસિયત એ છે કે ફોનની પાછળ 200 વર્ષ જુનું આફ્રિકન બ્લેકવુડ લગાવવામાં આવ્યુ છે. સાથે જ આમાં 45.5 કેરેડના બ્લેક ડાયમન્ડ અને 180 ગ્રામ ગૉલ્ડ લગાવેલુ છે. કંપનીએ આ ફોનના માત્ર ત્રણ મૉડલ જ બનાવ્યા છે. આ સ્માર્ટફોનની કિંમત 7.1 કરોડ રૂપિયાની આસાપાસ છે. 


Diamond Crypto -


ફોન કરોડોની કિંમતમા આવે છે, આને ઓસ્ટ્રિયાના જ્વેલર પીટર એલિસન અને રશિયન ફર્મ જેએસસી એન્કોર્ટે તૈયાર કર્યો છે. આ ફોનના કિનારી પર 50 ડાયમન્ડ લાગેલા છે. આમાં 5 વાદળી ડાયમન્ડ પણ લગાવવામાં આવ્યા છે, આનો લૉગો 18 કેરેટ ગૉલ્ડથી બનાવવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 9.3 કરોડની આસપાસ છે. આ ફોનને ખાસ કરીને રશિયન ટાયકૂન માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આ ફોનમાં High Level Encryption પણ આપવામાં આવ્યુ છે.