Battlegrounds Mobile India: મોબાઇલ ગેમર્સ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં પ્લે સ્ટૉર પરથી બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા એટલે કે BGMIને હટાવી દેવામાં આવી છે, આને એપલ સ્ટૉર પરથી પણ હટાવી દેવામાં આવી છે, એટલ કે હવે આને એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ પોતાના ફોનમાં ડાઉનલૉડ નહીં કરી શકે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં PUBG Mobile બેન થયા બાદ આને લૉન્ચ કરવામાં આવી છે, હવે આ પણ રાતોરાત બેન થઇ જતા ઓનલાઇન ગેમ રમનારાઓમાં હડકંપ મચી ગયો છે. 

Continues below advertisement

BGMIને અચાનક બેન કરવાનો શું છે મતલબ ?ગૂગલ પ્લે સ્ટૉર અને એપલ એપ સ્ટૉર પરથી બીજેએમઆઇની એકસાથે હટાવવા ખુબ મોટા સવાલો ઉભા કરી રહ્યાં છે. કેટલાક જાણકારો માને છે કે, કદાચ કંપની કોઇ મોટુ અપડેટ લાવી શકે છે. કેટલાક લોકો વિચારી રહ્યાં છે કે આ ગેમને પબજીની જેમ બેન ના કરી દેવામાં આવી હોય ? જોકે, આ એપ્સને થર્ડ પાર્ટી એપ્સથી હજુ પણ ફોનમાં ડાઉનલૉડ કરી શકાય છે, પરંતુ આઇઓએસ યૂઝર આને ક્યાંયથી પણ ડાઉનલૉડ નથી કરી શકતા.

ઉલ્લેખનીય છે કે, પબજી મોબાઇલની જેમ BJMI પણ Krafton Inc કંપની અંતર્ગત આવે છે, એક મીડિયા રિપોર્ટ અનુસાર તાજેતરમાં જ કંપનીએ કહ્યું હતુ કે તેને  ભારતમાં 100 મિલિયન ડૉલર્સનુ રોકાણ કર્યુ હતુ, અને આવનારા સમયમાં તે ભારતમાં 140 મિલિયન ડૉલર્સનુ રોકાણ કરી શકે છે. 

Continues below advertisement

આ પણ વાંચો.......... 

Aadhaar Voter ID Link: 1 ઓગસ્ટથી, ચૂંટણી પંચ આધાર અને મતદાર કાર્ડને લિંક કરવાનું અભિયાન શરૂ કરી રહ્યું છે! જાણો તેની સરળ પ્રક્રિયા

Police Raid: દેશી દારુના અડ્ડા સામે રાજ્યભરમાં પોલીસની કાર્યવાહી, 100થી વધુ બુટલેગરો સામે ફરિયાદ

FD Rates Hike: બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર, FDના વ્યાજદરોમાં વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ

Defence: ભારતીય નૌસેનાને મળ્યુ પહેલુ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'વિક્રાંત', જાણો તાકાત અને ખાસિયત

BGMI Ban: ઓનલાઇન ગેમ રમનારાઓમાં હડકંપ, PUBGની જેમ રાતોરાત ગાયબ થઇ ગઇ Battlegrounds મોબાઇલ ગેમ, જાણો

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા