RO Filter: બધા જાણે છે કે પાણી જીવન છે. જોકે આપણા સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છ પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. છતાં ભારતના ઘણા વિસ્તારોમાં લાખો લોકો હજુ પણ અશુદ્ધ પાણી પીવાથી મૃત્યુ પામે છે. આ જ કારણ છે કે મોટાભાગના ઘરોમાં લોકો વોટર પ્યૂરીફાયરનો વ્યાપક ઉપયોગ કરે છે. એટલું જ નહી લોકો તેની સર્વિસને લઈ ઘણી વખત નજરઅંદાજ પણ કરે છે. જ્યારે મશીન સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે જ ફિલ્ટર બદલતા હોય છે.
પાણીમાં TDS લેવલ ચેક કરો
એ વાત તો બધા જાણે છે કે વોટર પ્યૂરીફાયરનું એકમાત્ર કામ પાણીમાં હાનિકારક TDS ઘટાડવાનું છે. આરોગ્ય ધોરણો સૂચવે છે કે પીવાના પાણીમાં TDS સ્તર 50 થી 120 mg/L ની વચ્ચે હોવું જોઈએ. વધુ હોવા પર તે સ્વાસ્થ્ય માટે જીવલેણ હોઈ શકે છે.
ખરાબ ફિલ્ટરની કેવી રીતે ઓળખ કરવી?
નોંધ કરો કે જો પાણી પીતી વખતે કડવું અથવા ખારું લાગે છે તો એવું માની લેવું સલામત છે કે તમારુ વોટર પ્યૂરીફાયર સંપૂર્ણપણે ખરાબ થઈ ગયું છે. વધુમાં, જો વોટર પ્યૂરીફાયરની ટાંકી ભરવામાં પહેલા કરતાં વધુ સમય લાગતો હોય તો આ પણ ફિલ્ટર ખરાબનો સ્પષ્ટ સંકેત છે.
પ્યુરિફાયર ફિલ્ટર કેવી રીતે બદલવું
હંમેશા યાદ રાખો કે વોટર પ્યુરિફાયરનું ફિલ્ટર છ કે એક વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ જવું જોઈએ. વધુમાં, પ્યુરિફાયરમાં રહેલું RO મેમરન ફક્ત ત્રણ વર્ષ સુધી ચાલે છે. જો કે, પાણીની ગુણવત્તા અને ઉપયોગના આધારે તમે નિયત તારીખ પહેલાં તમારા વોટર પ્યુરિફાયરની સરળતાથી લાયક ટેકનિશિયન દ્વારા તપાસ કરાવી શકો છો.
આ પણ વાંચો- Window AC Vs Desert Air Cooler: કયો વિકલ્પ તમારા માટે શ્રેષ્ઠ? જાણો કિંમત અને ફીચર્સ વચ્ચેનો તફાવત
RO સાથે UV (અલ્ટ્રાવાયોલેટ) અને UF (અલ્ટ્રા ફિલ્ટરેશન) ટેકનોલોજી પાણીના સૂક્ષ્મ જંતુઓનો નાશ કરે છે. પાણીની દુર્ગંધ અને ખરાબ સ્વાદ દૂર કરે છે. RO પાણીમાંથી TDS નું પ્રમાણ ઘટાડીને પાણીને પીવાલાયક બનાવે છે. વોટર પ્યુરીફાયર પાણીમાં રહેલા દ્રાવ્ય ક્ષાર (TDS), બેક્ટેરિયા અને અન્ય અશુદ્ધિઓ દૂર કરે છે. તમારા વિસ્તારના પાણીનો ટીડીએસ (TDS) ઊંચો હોય તો તેને નિયંત્રિત કરીને પાણીને પીવાલાયક બનાવે છે.
