નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શ્યાઓમીનું સબ બ્રાન્ડ રેડમી ટુંક સમયમાં પોતાનો સૌથી ધમાકેદાર સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. રિપોર્ટનુ માનીએ તો રેડમી 64 મેગાપિક્સલના કેમેરા વાળો સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ પ્રમાણે તાજેતરમાં જ રેડમીએ દાવો કર્યો હતો કે, તે બહુ જલ્દી 64 મેગાપિક્સલ પિક્લલ કેમેરા વાળો સ્માર્ટફોન લૉન્ચ કરશે.

અનુમાન છે કે રેડમી 64 મેગાપિક્સલ કેમેરા વાળો સ્માર્ટફોન લૉન્ચ કરનારી પહેલી પહેલી કંપની બની શકે છે. આ કડીમાં રેડમી રિયલમી અને સેમસંગને ટક્કર આપી શકે છે. થોડાક સમય પહેલા જ રિયલમીએ પોતાના 64 મેગાપિક્સલ કેમેરાવાળા સ્માર્ટફોનના કેટલાક સેમ્પલ રિલીઝ કર્યા હતા. જોકે, સેમંસગ પણ આવા પ્રકારનો ફોન લૉન્ચ કરવાની તૈયારીમાં લાગી છે.



વળી, પ્રૉસેસર બનાવનારી કંપની ક્વાલકૉમે પણ દાવો કર્યો હતો કે, તે આ વર્ષના અંત સુધીમાં 100 મેગાપિક્સલ વાળુ સેન્સર પણ સ્માર્ટફોનમાં યૂઝ કરી શકે છે. રેડમીને 64 મેગાપિક્સલ વાળુ સેન્સર ઉપરાંત સ્માર્ટફોન વિશે કંઇજ માહિતી આપી નથી.



આ વર્ષની શરૂઆતથી જ સ્માર્ટફોન મેકર વચ્ચે 48 મેગાપિક્સલના કેમેરા સેન્સર આપવાની હોડ જામી છે. આવનારા દિવસોમાં કંપનીએ પોતાના પ્રીમિયર સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલના રિયર કેમેર સેન્સર આપી શકે છે.