18,999ની કિંમત વાળી એપલ વૉચ અમેઝોન પર તમે માત્ર 17,000 રૂપિયામાં ખરીદી શકો છો. એટલુ જ નહીં જો તમે આ વૉચને HDFC બેન્કના ક્રેડિટ કાર્ડથી ખરીદો છો તો તેમને 10 ટકા અલગથી છૂટ આપવામાં આવશે. પરંતુ ધ્યાન રહે આ ઓફર માત્ર લિમીટેડ પીરિયડ માટે જ છે.
દરરોજ બદલાય છે કિંમત
અમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં એપલની આ સ્માર્ટવૉચ પર આ ઓફર આ અઠવાડિયા સુધી છે, અને દરરોજ આની કિંમત બદલાતી રહે છે. આ વૉચ ફક્ત આઇફો યૂઝર્સ માટે જ છે. જો તમે એક એન્ડ્રોઇડ યૂઝર્સ છો તો આ વૉચ તમારા કામની નથી. જોકે આઇફોન યૂઝર્સ આ મોટા મોકાનો ફાયદો જરૂર ઉઠાવી શકે છે.
એપલ વૉચ સીરીઝ 3ની ખાસિયત
એપલ વૉચ સીરીઝ 3 42mm GPSમાં રેટિના ડિસ્પ્લે, સ્વિમપ્રૂફ, ઓપ્ટિકલ હાર્ટ સેન્સર, એલિવેશન, ઇમર્જન્સ એસઓએસ, સ્ટૉર એન્ડ સ્ટ્રીમ મ્યૂઝિક, પૉડકાસ્ટ અને ઓડિયો બુક્સ સહિતના કેટલાય ફિચર્સ છે. આ S3 chip ડ્યૂલ કૉર પ્રૉસેસરવાળી છે. આ watchOS 6 પર બેઝ્ડ છે, જેમાં એક્ટિવિટી ટ્રેન્ડ્સ, સાયકલ ટ્રેકિંગ જેવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.