નવી દિલ્હીઃ ગ્રોસરી સ્ટોર્સથી સામાન ખરીદવા, પાણી અને વિજળી બિલ ભરવા માટે, ગૈસ સિલિંડર બુક કરવા, મોબાઈલ અને ડીટીએચનું રિચાર્જ કરવા તથા ઓનલાઈન ઓડર્ર માટે આપ પેટીએમ વોલેટનો યુઝ કરતા જ હશો. જો તમે પણ સામાન્ય લેવડ-દેવડ માટે પેટીએમ યુઝ કરતા હોવ તો તમારા માટે હાલ ખરાબ સમાચાર આવ્યા છે. પેટીએમનો વપરાશ કરવો હવે 15 ઓક્ટોબરથી મોંઘૂ થઈ રહ્યુ છે.


હકિકતમાં અત્યાર સુધી ક્રેડિટ કાર્ડથી પેટીએમ વોલેટમાં મની લોડ કરવામાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ આપવો પડચો નહોતો. પરંતુ હવે કંપનીઓના નિયમો બદલાયા છે.

paytmbank.com/ratesCharges પર આપવામાં આવેલી માહિતી મુજબ 15 ઓક્ટોબર 2020થી કોઈ વ્યક્તિ પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડમાંથી મની એડ કરે છે તો 2 ટકા વધારે ચાર્જ ચુકવવો પડશે. આ 2 ટકા ચાર્જમાં જીએસટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉદાહરણ માટે જો તમે ક્રેડિટ કાર્ડથી પેટીએમ વોલેટમાં 100 રૂપિયા એડ કરો છો તો તમારા ક્રેડિટકાર્ડમાંથી 102 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે.

આ પહેલા 1 જાન્યુઆરી 2020થી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કોઈ યુઝર્સ કોઈ પણ મહિનામાં 10 હજાર રુપિયા સુધી ક્રેડિટ કાર્ડથી એડ કરતો હતો. તેનો કોઈ એક્સટ્રા ચાર્જ આપવો પડતો નહોતો.