નવી દિલ્હીઃ દુનિયામાં સ્માર્ટફોન માર્કેટ તરીકે ઝડપથી વધતા ભારતને એક મોટો ઝટકો લાગી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે જો લૉકડાઉન દરમિયાન મોબાઇલ અને તેના પાર્ટ્સને જરૂરી સામાનના લિસ્ટમાં સામેલ નહીં કરવામાં આવે તો ભારતમાં ચાર કરોડ મોબાઇલ યૂઝર્સ પ્રભાવિત થઇ શકે છે.
ઇન્ડિયા સેલ્યૂલર એન્ડ ઇલેક્ટ્રૉનિક્સ એસોસિએશન (ICEA)નું માનવુ છે કે, જો મેના અંત સુધીમાં હેન્ડસેટ અને તેના પાર્ટ્સ વેચવા પર પ્રતિબંધ ચાલુ રહેશે તો સેલ ફોન સર્વિસને મોટો ફટકો પડી શકે છે, એટલે કે જો લૉકડાઉન વધશે તો ફટકો જરૂર લાગશે.
ICEA મેન્યૂફેક્ચરર, બ્રાન્ડ માલિક, ટેકનોલૉજી પ્રૉવાઇડર્સ, વીએએસ એપ્લિકેશન, સૉલ્યૂશન પ્રૉવાઇડર્સ, મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રૉનિક ઉપકરણોના ડિલર્સ અને રિટેલર્સને રિપ્રેઝન્ટ કરે છે.
ICEA અનુસાર દેશમાં હાલ લગભગ અઢી કરોડ મોબાઇલ ફોન ખરાબ પડ્યા છે, કેમકે મોબાઇલ પાર્ટ્સના સપ્લાય નથી થઇ રહ્યાં. કોરોના કારણે આની સપ્લાય ચેન પ્રભાવિત થઇ છે. વળી, જો લૉકડાઉન ચાલુ રહ્યું તો આંકડો અઢી કરોડથી વધીને ચાર કરોડ થઇ શકે છે.
ICEAનું માનીએ તો દેશમાં દર મહિને લગભગ દોઢ કરોડ મોબાઇલ ફોન ખરીદવામાં આવે છે, આ પ્રમાણે હાલ દેશમાં 85 કરોડ એક્ટિવ મોબાઇલ ફોન છે.
લૉકડાઉન વધશે તો દેશમાં 4 કરોડ મોબાઇલ યૂઝર્સ પ્રભાવિત થઇ શકે છે, ICEAનો દાવો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Apr 2020 03:42 PM (IST)
ICEAનું માનીએ તો દેશમાં દર મહિને લગભગ દોઢ કરોડ મોબાઇલ ફોન ખરીદવામાં આવે છે, આ પ્રમાણે હાલ દેશમાં 85 કરોડ એક્ટિવ મોબાઇલ ફોન છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -