2024 સુધી અમેરિકાને પછાડીને ભારત બનશે સૌથી મોટું એપ જોબ સેન્ટરઃ રિપોર્ટ
abpasmita.in | 13 Sep 2019 11:12 PM (IST)
ભારતમાં 1.6 મિલિયન એપ ઇકોનોમી જોબ છે
નવી દિલ્હીઃ ડેવલપર પોપ્યુલેશનના મામલામાં વર્ષ 2024 સુધી ભારત અમેરિકાને પછાડી દેશે અને આવનારા પાંચ વર્ષોમાં દુનિયાનું સૌથી મોટું ડેવલપર પોપ્યુલેશન સેન્ટર બની જશે. પ્રોગ્રેસિવ પોલિસી ઇન્સ્ટીટ્યૂટની એક રિપોર્ટ અનુસાર, ભારત આ મામલામાં અમેરિકાને પછાડી દેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં એપ સેક્ટર રોજગારીનું એક મોટું સંસાધન બનશે. PPIએ 'The App Economy in India' ટાઇટલ હેઠળની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 1.6 મિલિયન એપ ઇકોનોમી જોબ છે. આ આંકડો ઓગસ્ટ 2019 સુધીનો છે. 2016માં આ આંકડો 1.2 મિલિયન હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુએસમાં એપ્રિલ 2019 સુધી 2.246 મિલિયન એપ ઇકોનોમી જોબ છે. જ્યારે જૂલાઇ 2019 સુધી યુરોપિયનમાં 2.093 મિલિયન એપ ઇકોનોમી જોબ્સ છે. ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ અસોસિયેશન ઓફ ઇન્ડિયાની એક બેઠકમાં આ બિંદુઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કોર એપ ઇકોનોમી જોબ્સનો અંદાજ ઓનલાઇન જોબ પોસ્ટિગ્સના આધાર પર કરવામાં આવ્યો છે.