Realme XTના સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ સ્માર્ટફઓનમાં 6.4 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેમાં વોટરડ્રોપ નૉચની અંદર ફ્રંટ ફેસિંગ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનની મજૂબતી માટે ફ્રન્ટ અને બેક પેનલ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યું છે. સાથે ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.
Realme XTમાં ઑક્ટા-કોર ક્વાલકૉમ સ્નેમડ્રેગન 712 AIE પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન ત્રણ સ્ટોરેજ વેરિએન્ટમાં હોઈ શકે છે જેમાં 4GB Ram/64GB અને 6GB-8GB/ 128 GB સ્ટોરેજ આપવામાં આવી છે.
આ ફોનમાં 4000 mAh બેટરી આપવામાં આવી છે. જેમાં ફાસ્ટ ચાર્જિં સપોર્ટ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોન 20 વૉટની VOOC 3.0 ચાર્જર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 9 પાઈ પર આધારિત ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. ગેમિંગ માટે હાઈપર બુસ્ટ 2.0 ટેકનીક આપવા માં આવી છે.
આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત 16 હજાર છે. 6GB/128 GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 16,999 રૂપિયા છે. જ્યારે 8GB/128GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 18,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનની પ્રથમ સેલ 16 સપ્ટેમ્બરે ફ્લિપકાર્ટ પર છે.