સેમસંગ Galaxy S20 FEના દમદાર ફિચર્સ...
સેમસંગના આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 10 આધારિત One UI 2.0 મળશે. ફોનમાં 6.5 ઇંચની ફૂલ એચડી પ્લસ સુપર એમૉલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લેનુ રિઝૉલ્યૂશન 1080x2400 પિક્સલ છે. પ્રૉટેક્શન માટે આના પર ગોરિલ્લા ગ્લાસ 3 લગાવવામાં આવ્યો છે.
ફોનના 4જી વેરિએન્ટમાં Exynos 990 અને 5જી વેરિએન્ટમાં સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આમાં 8GB RAM+128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આ ફોનમાં પાંચ કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમાં ક્લાઉડ રેડ, ક્લાઉડ લેવેન્ડર, ક્લાઉડ મિન્ટ, ક્લાઉડ નેવી અને ક્લાઉડ વ્હાઇટ સામેલ છે.
સેમસંગ Galaxy S20 FEનો કેમેરો
આ ફોનમાં પણ ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 12 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સર f/1.8 વાઇડ એન્ગલ લેન્સ અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS)વાળી છે. વળી 12 એમપીનુ સેકન્ડરી સેન્સર અલ્ટ્રા વાઇડ એન્ગલ f/2.2 લેન્સ આપવામાં આવ્યો છે. જેમાં 123 મેગાપિક્સલ ફિલ્ડ ઓફ વ્યૂ (FoV) છે. ત્રીજો કેમેરો 8 મેગાપિક્સલનો ટેલિફોટો શૂટર છે. સેમસંગ ગેલેક્સી S20 ફેન એડિશનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ છે. જે ઓટૉફૉક્સડ સપોર્ટની સાથે આવે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇફાઇ, બ્લૂટૂથ v5.0, GPS/A-GPS, એનએફસી અને યુએસબી સપોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ