કંપની પોતાના પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા માટે પ્રયાસ કરતી રહે છે, અને આ સિલસિલામાં હવે ઇન્સ્ટાગ્રામે પણ પોતાના યૂઝર્સને નકારાત્મક કૉમેન્ટ કે એકાઉન્ટ્સને દુર રાખવા માટે વધારે તાકાત આપી છે.
ઇન્સ્ટાગ્રામે પોતાના પ્લેટફોર્મ પર લોકોને ડરાવવા-ધમકાવવા કે પછી ખરાબ કૉમેન્ટો જેને ઓનલાઇન બુલિંગ (Online Bullying)પણ કહેવાય છે, તેને રોકવા માટે નવા ફિચર પોતાની એપ્લિકેશનમાં એડ કર્યા છે.
ઇન્સ્ટાગ્રામમાં પહેલાથી જ યૂઝર્સને પોતાની કોઇપણ પૉસ્ટ પર કૉમેન્ટ ડિલીટ કરવાની સુવિધા મળેલી જ છે, પણ હવે યૂઝર્સ ‘બલ્ક ડિલીટ’ અને ‘બલ્ક બ્લૉક’ કરી શકશે.
ઇન્સ્ટાગ્રામે મંગળવારે 12 મેએ પોતાના નવા ફિચર્સની જાણકારી આપી, હવે યૂઝર એકવારમાં એકસાથે 25 કૉમેન્ટ ડિલીટ કરી શકશે. એટલું જ નહીં એકજ વારમાં યૂઝર્સ એકસાથે 25 યૂઝર્સને સિલેક્ટ કરીને તેને બ્લૉક પણ કરી શકશે.