નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી લોકપ્રિય થઇ રહેલી ટિકટિક પર સરકાર દ્વારા બેન લગાવાયા બાદ હવે અન્ય કંપનીઓ આનો ફાયદો ઉઠાવવા મથી રહી છે. ફેસબુકના સ્વામિત્વવાળી સોશ્યલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામે આજે પોતાના યૂઝર્સ માટે એક ખાસ ફિચર લૉન્ચ કરી દીધુ છે. ઇન્સ્ટાગ્રામે રીલ્સ ફિચર રિલીઝ કર્યુ છે, જેની મદદથી યૂઝર્સ ટિકટૉકની જેમ વીડિયો બનાવી શકશે.

ઇન્સ્ટાગ્રામ અનુસાર, ભારતમાં ઇન્સ્ટાગ્રામ પૉસ્ટની એક તૃત્યાંશથી વધુ લાંબી-નાની અને નાના ફોર્મેટ વાળા વીડિયો સહિતના વીડિયો બને છે. સર્વિસે એ પણ જોયુ કે મહામારી દરમિયાન વીડિયોનુ લાઇવ સ્ટ્રીમિંગ એક વધતુ ટ્રેન્ડ બની ગયો હતો.

કંપનીએ રીલ્સ ફિચર વિશે વાત કરતા કહ્યું કે રીલ્સ મનોરંજનનુ ભવિષ્ય છે, અને મોટી મીડિયા કંપનીઓથી લઇને વ્યક્તિગત સામગ્રી નિર્માતાઓ સુધી બધાને કવર કરશે. આ ઉપરાંત રીલ્સને હાલમાં થોડાક દેશોમાં જ લૉન્ચ કરવામાં આવ્યુ છે. બ્રાઝિલ, જર્મની અને ફ્રાન્સ બાદ ભારત આ ફિચર મેળવનારો ચોથો દેશ છે.

ઇન્સ્ટાગ્રામ રીલ્સ યૂઝર્સને નાના ફોર્મેટ વાળા વીડિયો બનાવી આપશે, જે ડિફૉલ્ટ રીતે ઇન્સ્ટાગ્રામના એક્સ્પૉલરર ટેબની સાથે શેર કરવા માટે ઉપલબ્ધ હશે. જોકે યૂઝર્સની પાસે પોતાના વીડિયોને સીધો પોતાની સ્ટૉરીમાં શેર કરવા અને ફીડ કરવાનો ઓપ્શન પણ હશે.



ઇન્સ્ટાગ્રામ એક્સ્પૉર સેક્શનમા કોઇ ચેન્જ નહીં કરવામાં આવે, જોકે ટૉપ પર રીલ્સ માટે કન્ટેન્ટ હશે જેને બહુ જલ્દી અપડેટની સાથે સામેલ કરવામાં આવશે. ઇન્સ્ટાગ્રામે એ પણ ખુલાસો કર્યો છે કે એકવાર એપે સ્પીડ પકડી તો આ એક પૈસા કમાવવાનુ મૉડલ પણ સ્થાપિત કરશે.

ધ્યાન રહે ઇન્સ્ટાગ્રામ રીલ્સ એક નવુ, અલગ કે એપ્લિકેશન નહીં હોય પણ ઇન્સ્ટાગ્રામ એપનો જ એક ભાગ હશે, જોકે ટેસ્ટ બાદ, આ સુવિધાને જલ્દી ભારતમાં વ્યાપક રીતે રૉલઆઉટ થશે, આ સુવિધા આજથી ભારતમાં 7.30 વાગ્યાથી યૂઝર્સ માટે શરૂ કરી દેવામાં આવી છે, જે ધીમે ધીમે યૂઝર્સના ફોનમાં આવશે.