Ubon એ આ નવી પાવરબેન્કમાં 2.1 ડ્યૂલ USB પોર્ટની સુવિધા આપી છે. ટુ વે ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. આ ઉપરાંત આમાં LED લાઇટ ઇન્ડિકેટર પણ આપવામાં આવ્યુ છે, જે એ બતાવે છે કે આની બેટરી કેટલી બચી છે.
કંપનીએ પાવરબેન્કની કિંમત 2,999 રૂપિયા રાખી છે, અને આના પર એક વર્ષની વૉરંટી મળી રહી છે. આ સેફ છે અને આમાં સારી ક્વૉલિટી વાપરવામાં આવી છે.
આ પ્રસંગે Ubonના સહ સંસ્થાપક અને પ્રબંધ નિદેશક લલિત અરોડાએ જણાવ્યુ કે અમે અમારુ નવુ પીબી એક્સ-22 બૉસ પાવરબેન્ક લૉન્ચ કરતા આનંદીત છીએ. COVID19 ઉપરાંત R&D ટીમ અમારા ગ્રાહકો માટે બેસ્ટ ઇન ક્લાસ પ્રૉડક્ટ બનાવવા માટે સખત મહેનત કરી રહી છે. આ નવી પાવરબેન્ક વર્ક ફ્રૉમ હૉમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આને આસાનીથી વાપરી શકો છો, સાથે કેરી પણ કરી શકો છો.
મેડ ઇન ઇન્ડિયા યુબૉનની આ નવી પાવરબેન્કનો મુકાબલો Realmeની 10,000 mAh બેટરીવાળી પાવરબેન્ક સાથે થશે. જેની કિંમત 1,299 છે. આમાં USB Type A અને USB Type C બન્ને બાજુના પોર્ટ આપવામાં આવ્યા છે. આમાં હાઇ પૉલિમર લીથિયમ બેટરી લગાવવામાં આવી છે.