નવી દિલ્હીઃ ફેસબુકના અધિપત્યવાળી Instagramએ પોતાના એક્ટિવિટી ફીડમાંથી ફોલૉઇંગ ટેબ હટાવી દીધુ છે. ફોટો અને વીડિયો શેર કરવાના પૉપ્યુલર માધ્યમ Instagramની એક્ટિવિટી મૉડથી એ જાણી શકાતુ હતુ કે મિત્રોને કઇ પૉસ્ટ પસંદ આવતી હતી, કઇ પૉસ્ટ પર તેઓ કૉમેન્ટ કરતાં હતા, અને કઇ રીતે ફૉલો કરી રહ્યાં છે. Instagramના પ્રમુખ એડમ મોસેરીએ એક ટ્વીટ દ્વારા આના વિશે માહિતી આપી છે.

બઝફીડ ન્યૂઝ દ્વારા સોમવારે આ જાણકારી આપવામાં આવી હતી કે આ વીકના અંતમાં એક અપડેટની સાથે આ ટેબ એપમાંથી હટાવી લેવામાં આવશે. ઇન્સ્ટાગ્રામના હેડ ઓફ પ્રૉડક્ટ વિશાલ શાહ અનુસાર સાદગી માટે ટેબને હટાવી લેવામાં આવી છે.


Instagramએ પોતાના એક્સપ્લૉર ટેબને બહુ પહેલા 2011માં એક શરૂઆતી ફિચરના રૂપમાં પોતાની 'ફોલૉ' ટેબને લૉન્ચ કરી હતી.


તાજેતરમાં જ Instagramએ વિશ્વસ્તર પર રિસ્ટ્રિક્ટ નામનું એક નવુ મૉડ શરૂ કર્યુ છે, આ યૂઝર્સને આક્રમક પૉસ્ટ કે અપમાનજનક કૉમેન્ટના માધ્યમથી ધમકાવવા વાળા લોકોને રોકવામાં મદદરૂપ થશે.