Buy iPhone: એપલ આઇફોન ખરીદવા ઇચ્છુક ગ્રાહકો માટે એક ખાસ ખુશખબર છે, એપલ આઇફોન 14 (iPhone 14) લૉન્ચિંગની થોડાક દિવસો બાકી છે, આઇફોનની નવી સીરીઝને 7 સપ્ટેમ્બરે લૉન્ચ થવાના સમાચાર છે, નવા આઇફોન આવે તે પહેલા જુના મૉડલોની કિંમતમાં જોરદાર ઘટાડો થયો છે. ખરેખરમાં, ફ્લિપકાર્ટે જુના આઇફોનને ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવવાનુ એલાન કરી દીધુ છે, તેમાં આઇફોન 13, આઇફોન 12 અને આઇફોન 11 સામેલ છે. ફ્લિપકાર્ટ પર iPhone 13ને 65,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, અને આની અસલ કિંમત 79,999 રૂપિયા છે, એટલે કે આ 14,000 રૂપિયા સસ્તો મળી રહ્યો છે, 


આ ઓફર ફોનના તમામ કલર ઓપ્શન 128GB સ્ટૉરેજ મૉડલ માટે છે. ખાસ વાત છે કે, ગ્રાહક આના પર એક્સચેન્જ અને બેન્ક ઓફર અલગથી મેળવી શકે છે. ફ્લિપકાર્ટ આ ફોન પર 19,000 રૂપિયાનુ એક્સચેન્જ ઓફર આપી રહ્યું છે. આ ઉપરાંત આના પર SBI માસ્ટરકાર્ડ ડેબિટ કાર્ડ દ્વારા 10% ની છૂટ અને HDFC ક્રેડિટ કાર્ડ પર 1,000 રૂપિયાની છૂટ મેળવી શકાય છે. 


બીજીબાજુ આઇફોન 12ની કિંમતના ઘટાડાની વાત કરીએ તો આના 64જીબી મૉડલને 59,999 રૂપિયા અને 128જીબી સ્ટૉરેજ વાળા મૉડલને 64,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યુ છે. આના ઉપરાંત ફોન પર એક્સચેન્જ ઓફર અંતર્ગત 17,000 રૂપિયાનુ એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહ્યું છે, સાથે જ SBI કાર્ડ પર 10%ની છૂટ મેળવી શકાય છે. છેલ્લે જો આઇફોન 11ની વાત કરવામાં આવે તો આના 128જીબી મૉડલને ગ્રાહકો 46,999 રૂપિયામાં ખરીદી શકે છે. વળી, આના 64જીબી મૉડલને 39,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે, આ ઉપરાંત એક્સચેન્જ ઓફર અંતર્ગત આના પર 16,000 રૂપિયાની છૂટ પણ આપવામાં આવી રહી છે.


આ પણ વાંચો...... 


Ganesh Chaturthi 2022: આ ગણેશ ઉત્સવમાં ગણપતિ બાપ્પાને ધરાવો આ 5 પ્રિય ફળ, મનોકામના થશે પૂર્ણ


Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો


IT કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં કરી મોટા પાયે ભરતી, જાણો TCS, Wipro અને Infosys એ કેટલી નવી નોકરીઓ આપી


Ganesh Chaturthi 2022: નડિયાદમાં ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને લાગ્યો કરંટ, બે યુવકોના મોત


India Corona Cases Today: એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં થયો મોટો વધારો, પોઝિટિવિટી રેટ 2.05 ટકા


Microsoft એ દૃષ્ટિહીન સોફ્ટવેર એન્જિનિયરને નોકરીની ઓફર કરી, જાણો કેટલા લાખ રૂપિયાનું પેકેજ આપ્યું


Crime News : અમદાવાદમાં યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા, કારણ જાણીને ચોંકી જશો?