નવી દિલ્હી: શાઓમીએ પોતાની નવી K સીરીઝના મોસ્ટ અવેટેડ સ્માર્ટફોન K20 અને K20 Pro ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ આ બન્ને સ્માર્ટફોન મે મહિનામાં ચીનમાં લોન્ચ કર્યા હતા. K20 અને K20 Pro સ્માર્ટફોન 22 જુલાઈથી ફ્લેશ સેલ દ્વારા ફ્લિપકાર્ટ અને Mi.com પર સેલ માટે ઉપલબ્ધ રહેશે.




શાઓમીએ ક્વોલકૉમના લેટેસ્ટ સ્નેપડ્રેગન 730 ચિપસેટથી લેસ K20 સ્માર્ટફોનની 6GB RAM/64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 21,999 રૂપિયા રાખી છે. જ્યારે 6GB/128 GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 23,999 રૂપિયા રાખવામાં આવી છે. શાઓમીના આ બન્ને સ્માર્ટફોનની પ્રથમ સેલ દરમિયાન યૂઝર્સને ICICI ક્રેડિટ કાર્ડ પર 2000 રૂપિયા કેશબેક મળશે.


જ્યારે 855 ચિપસેટથી લેસ K20 Proની 6GB RAM/128 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 27,999 રૂપિયા, જ્યારે 8GB RAM/256 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 30,999 રૂપિયા રાખવામાં આવી છે.



K20 અને K20 Pro સ્માર્ટફોનમાં ફોનમાં 6.39 ઇંચની ફૂલ HD પ્લસ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. શાઓમીએ પોતાના K સીરીઝના બન્ને સ્માર્ટ ફોન્સમાં પોપ અપ સેલ્ફી ફિચરનો ઉપયોગ કર્યો છે. અને યૂએસબી ટાઈપ C સાથે 27wનું ફાસ્ટ ચાર્જર આપ્યું છે.


બન્ને ફોનના કેમેરામાં કોઈ અંતર નથી. બન્ને ફોનમાં ત્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે. 48 મેગાપિક્સલનો મેઇન રિયર સેન્સર છે, જ્યારે 8 મેગાપિક્સલ અને 13 મેગાપિક્સલના બે સેન્સર છે. બન્નેમાં 20 મેગાપિક્સલનો પોપ અપ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે અને 4000mAh બેટરી આપવામાં આવી છે.