Jio, Airtel અને Vodafone આપી રહ્યું છે દરરોજ 2GB ડેલી ડેટા વાળી આ ખાસ ઓફર, જાણો દરેકના પ્લાન વિશે.....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Feb 2021 04:21 PM (IST)
એરટેલથી લઇને જિઓ અને વૉડાફોન આ લિસ્ટમાં સામેલ છે. જો તમારે રોજ વધુ ડેટાની જરૂર પડતી હોય તો તમારા માટે અહીં અમને બેસ્ટ ડેટા ઓફર બતાવી રહ્યાં છીએ, જે તમને દરરોડ 2જીબીથી વધુ ડેટા આપશે
નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોન અને સસ્તા ડેટા પ્લાને લોકોને ઇન્ટરનેટ એક્સેસ કરવુ આસાન બનાવી દીધુ છે. મોટા ભાગની કંપનીઓ ડેલી 2જીબીથી વધુ ડેટા આપી રહી છે. એરટેલથી લઇને જિઓ અને વૉડાફોન આ લિસ્ટમાં સામેલ છે. જો તમારે રોજ વધુ ડેટાની જરૂર પડતી હોય તો તમારા માટે અહીં અમને બેસ્ટ ડેટા ઓફર બતાવી રહ્યાં છીએ, જે તમને દરરોડ 2જીબીથી વધુ ડેટા આપશે. Jio- 249 પ્રીપેડ પ્લાન..... બીજી કંપનીઓના પ્લાન કરતા જિઓનો આ પ્લાન ખુબ સસ્તો છે, જિઓના 249 રૂપિયા વાળા આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી અને ડેલી 2GB ડેટા પ્લાન મળી જશે. આ પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100SMSની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આમાં તમને Jioની પ્રીમિયમ એપ્સનુ સબ્સક્રિપ્શન પણ મળશે. આ ખુબ સસ્તો 2GB ડેલી ડેટા પ્લાન છે. Airtel- 298 પ્રીપેડ પ્લાન...... એરટેલનો 298 રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન ખુબ સસ્તો છે, જેમાં 28 દિવસની વેલિડિટી અને ડેલી 2GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં તમને અનલિમીટેડ કૉલિંગ અને 100SMSની સુવિધા પણ મળશે. વિન્ક મ્યૂઝિક અને એરટેલ એક્સ્ટ્રીમ જેવી એપ્સનુ ફ્રી સબ્સક્રિપ્શન પણ યૂઝર્સને આપવામાં આવી રહ્યું છે. Airtel- 449 પ્રીપેડ પ્લાન...... કંપનીનો 449 રૂપિયા વાળા બીજો સસ્તો પ્લાન છે. આ પ્લાન પણ 298 રૂપિયાના પ્લાનના જેવો જ છે,ડેલી 2GB ડેટા આપવામાં આવે છે. આની સાથે અનલિમીટેડ કૉલિંગ અને ડેલી 100SMSની સુવિધા પણ આપવામા આવી રહી છે. આમાં તમને 56 દિવસની વેલિડિટી મળે છે. તમને વિન્ક મ્યૂઝિક અને એરટેલ એક્સ્ટ્રીમ જેવી એપ્સ પણ ફ્રી એક્સેસ પણ આ પ્લાનમાં મળે છે. Vodafone-Idea- 595 પ્રીપેડ પ્લાન.... જો તમે વૉડાફોનના કસ્ટમર છો તો આ રીતેનો પ્લાન 595 રૂપિયામાં પડશે. 595 રૂપિયા વાળા આ પ્લાનમાં તમને ડેલી 2GB ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. સાથે અનલિમીટેડ કૉલિંગ અને 100SMS ડેલી મળે છે, આમાં Zee 5 પ્રીમિયમ અને VI એપનુ સબ્સક્રિપ્શન પણ મળશે.