Reliance Jio, ટેલિકૉમ કંપની જિઓએ પોતાના ગ્રાહકો માટે એક નવો પ્લાન લૉન્ચ કર્યો છે. જિઓના આ નવા પ્લાનની ખાસ વાત એ છે કે, આ આખા 3 મહિના (એટલે કે 90 દિવસ)ની વેલિડિટીની સાથે આવે છે. જિઓના આ પ્લાનની કિંમત 750 રૂપિયા રાખવામા આવી છે. આ નવા પ્લાનમાં 2 પ્લાન જોડાયેલા છે, એકની કિંમત 749 રૂપિયા છે, તો બીજાની કિંમત 1 રૂપિયા છે. જાણો આ પ્લાન્સ વિશે...........
Jio Rs 750 Plan -
Jioનો નવો 750 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન યૂઝર્સને 90 દિવસ માટે 2GB દૈનિક ડેટા અને અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ આપે છે. આ જિઓને પહેલો પ્લાન છે, જે આખા ત્રણ મહિના એટલે કે 90 દિવસની વેલિડિટીની સાથે આવે છે, અત્યાર સુધી જિઓની પાસે માત્ર 84 દિવસ સુધી ચાલનારા પ્લાન હતા.
આની સાથે જિઓનો 1 રૂપિયા વાળો પ્લાન પણ ક્લબમાં લેવામાં આવ્યો છે, જે અંતર્ગત યૂઝર્સને 90 દિવસો માટે 100MB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે.
Jioની અન્ય ઇન્ડિપેન્ડન્સ ઓફર -
આની સાથે જ જિઓએ બીજા કેટલાક ઇન્ડિપેન્ડન્સ ડે ઓફર આપી છે. આની જાહેરાત થોડાક દિવસ પહેલાં જ કરી છે. આ ઓફર અંતર્ગત 2,999 રૂપિયાનુ રિચાર્જ કરનારા ગ્રાહકોને 3,000 રૂપિયામા મફત લાભ મળી રહ્યો છે. આમાં Ajio પર 750 રૂપિયાની છૂટ, netmeds.com પર 750 રૂપિયાની છૂટ, ixigo પર 750 રૂપિયાની છૂટ અને 75GB એક્સ્ટ્રા ડેટા આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો........
Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ
Post Office Policy: માત્ર 299 રૂપિયામાં મળશે 10 લાખ રૂપિયાનું વીમા કવર, જાણો શું છે સ્કીમ
Edible Oil: સિંગતેલના ભાવમાં ભડકો, પ્રથમવાર ડબ્બો 3000 રૂપિયાને પાર, જાણો ખાદ્યતેલમાં કેમ આવી તેજી
Liver Damage Symptoms :જો શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લો કે, આપનું લિવર થઇ ગયું છે સંપૂર્ણ ડેમેજ
Asia Cup 2022: પાકિસ્તાન મુસ્કેલીમાં, ભારત સામેની મેચ પહેલા વધુ એક ખતરનાક બૉલર થયો ઇજાગ્રસ્ત, જાણો