નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ રી એક વખત પોતાના યૂઝર્સ માટે જિઓ સેલિબ્રેશન પેક લઈને આવ્યું છે. Jio Celebrations Pack અંતર્ગત જિઓ પોતાના કેટલાક ખાસ ગ્રાહકોને પ્રતિદિવસ 2 જીબી વધારાનો ડેટા આપી રહી છે. આ પહેલા Jio યૂઝરને 5 દિવસ માટે વધારાનો 10 જીબી ડેટા આપ્યો હતો. પરંતુ આ વખતે આ ઓફર માત્ર 4 દિવસ માટે છે છે, એટલે કે Jio યૂઝરને આ વખતે માત્ર 8 જીબી ડેટા ફ્રીમાં મળશે. ફ્રી ડેટા માત્ર જિઓ પ્રાઈમ યૂઝર્સને જ મળી રહ્યો છે.
આ પહેલા Jioનું સેલિબ્રેશન પેક ગત વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તમને આ ઓફરનો લાભ મળે છે કે નહીં તે માય જિઓ એપમાં જઈનો જોઈ શકાશે. એપમાં લોગ ઇન કર્યા બાદ માય પ્લાનમાં જવાનું રહેશે જ્યાં તમને પ્લાનની જાણકારી મળશે. દરરોજ રાત્રે 12 કલાકે ડેટા અપડેટ થઈ જાય છે. જો તમને વધારાનો 2 જીબી ડેટા મળતો હશે અને જો તમે 1.5 જીબીનો પ્લાન લીધો હશે તો તમને કુલ 3.5 જીબી મળશે.