પબજીની આ ઓફરમાં સ્કીન ખરીદવી આસાન કામ નથી. જેમાં ડ્રો થાય છે, જે બાદ પ્લેયરને વિજેતા જાહેર કરવામાં આવે છે. PUBG Mobile માં 1 યૂસી બાઉંટી રેડ ઇવેંટમાં હિસ્સો લઇ રહેલા પ્લેયર્સે તેમની મરજીથી એક આઈટમ સિલેક્ટ કરવી પડશે અને 1 યુસીનું બાઉંટી વાઉચર ખરીદવું પડશે. જે બાદ પ્લેયર્સે સિલેક્ટ કરી આઈટમથી ડ્રોનો હિસ્સો બની શકશે. દરેક આઈટમ માટે ભાગીદારીની જરૂર હોય છે અને જ્યારે તે પૂરી થાય ત્યારે ડ્રો કરવામાં આવે છે. જેમાંથી એક પ્લેયર વિજેતા બને છે.
વધારે વાઉચર ખરીદવાથી વધશે જીતની સંભાવના
બાઉંટી વાઉચર ખરીદનારા ખેલાડીઓને દર વાઉચર માટે 10 બીપી કે 2 એજી આપવામાં આવશે. એ વાતનું ધ્યાન રાખો કે પ્લેયર્સ ડ્રો માટે જેટલા વધારે વાઉચર ખરીદશે તેટલી જીતની સંભાવના વધી જશે. વિનરની જાહેરાત બાઉંટી વિનર સેક્શનમાં કરાશે. જે બાદ નવો રાઉંડ શરૂ થશે. 1-UC Bounty Raidમાં હથિયારો, વાહનો, વસ્તુઓ અને કેરેક્ટર્સને સ્કીનમાં એડ કરવામાં આવ્યા છે.
અલગ દેખાવા કરી શકો છો સ્કીનનો ઉપયોગ
PUBG Mobileમાં મેઇન કેરેકટરને અલગ-અલગ સ્કીન્સવાળી ગન લઈને કપડા સુધી પહેરાવી શકાય છે. સ્કિન કેરેકટરને સૌથી અલગ દેખાડવામાં મદદ કરે છે. અનેક એક્સક્લૂસિવ સ્કીન ખરીદવા માટે વધારે રૂપિયા ખર્ચ કરવા પડે છે.