નવી દિલ્હીઃ દેશની ત્રણ મોટી ટેલીકોમ કંપનીઓ રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાફોન પોતાના ગ્રાહકો માટે સસ્તા અને વાજબી ડેટા પેક લઈને આવી છે. આ પ્લાનની વેલિડિટી અંદાજે એક મહિનાની હોય છે. આજે અમે તમને આવા જ એક પ્લાન વિશે જણાવી રહ્યા છીએ કે 149 રૂપિયાના પ્લાનમાં કઈ કંપની કેવા ફાયદા આપી રહી છે.


Reliance Jio

રિલાયન્સ જિઓા 149 રૂપિયાવાળા પ્લાન અંતર્ગત યૂઝર્સને દરરોજ એક જીબી ડેટા મળે છે. ઉપરાંત કોલિગંની સુવિધા પણ મળે છે. કંપની આ પ્લાનમાં જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ આપી રહી છે. જ્યારે અન્ય નેટવર્ક્સ પર 300 નોન જિઓ મિનિટ્સ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં કંપની આ પેકમાં તમને દરરોજ 100 એસએમએસની સાથે જિઓ એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપી રહી છે. જિયોના આ પ્લાનની વેલિડિટી 24 દિવસની છે.

Vodafone

149 રૂપિયામાં વોડાફોન પોતાના યૂઝર્સને બે જીબી ડેટા આપી રહી છે. સાથે જ કંપની એક જીબી ડેટા એક્સ્ટ્રા આપી રહી છે. એવામાં યૂઝર્સને કુલ ત્રણ જીબી ડેટા મળે છે. કંપની આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપી રહી છે. ઉપરાંત તમને 300 એસએમએસની સાથે સાથે વોડાફોન પ્લે અને Zee5 એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. તેની વેલિડિટી 28 દિવસની છે.

Airtel

જો એરટેલના પ્લાનની વાત કરીએ તો તેમાં બે જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે જ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. જો તમે આ પ્લાન લો છો તો તમને તેમાં 300 એસએમએસ ફ્રી મળશે. એટલું જ નહીં તેમાં તમને એરટેલ એક્સટ્રીમ, વિંક મ્યૂઝિકનું સબ્સક્રિપ્શન અને ફ્રી હેલોટ્યૂન્સની સુવિધા મળી રહી છે. આ પ્લાન 28 દિવસની વેલિડી છે.