નવી દિલ્હી: એક સમયે ભારતમાં સ્માર્ટફોન મામલે ટોપ કંપનીઓમાં ગણાતી લેનોવોએ માર્કેટમાં વાપસી માટે મીડ રેન્જમાં ત્રણ સ્માર્ટફોન લોન્ચ કરી દીધાં છે. દિલ્હીમાં યોજાયેલી એક ઇવેન્ટમાં લેનોવોએ A6, K10 Note અને Z6 Pro સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે.




કંપનીએ Lenovo K10ને રેડમી, રિયલમી અને ઓપ્પોના મીડ રેન્જ સ્માર્ટફોનને ટક્કર આપવા માટે લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશની વાત કરીએ તો તેમાં 6.3 ઇંચ ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. જે વૉટર નૉચ ડિસ્પ્લે સાથે આવે છે. ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સિવાય રિયરમાં ટ્રિપલ કેમેરા સેટએપ છે. જેમાં પ્રાઇમરી લેન્સ 16 MP, 8 MPના છે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનની 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે શરૂઆતી કિંમત 13,999 રૂપિયા રાખવામાં આવી છે.


A6 સ્માર્ટફોનની વાત કરીએ તો તેમાં 6.09 ઇંચની HD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં કંપનીએ મીડિયાટેક હીલીયો P22 પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે. આ ફોનમાં 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલના રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. સાથે સેલ્ફી માટે 5MP નો કેમેરા છે. બેટરી 4000mAh આપવામાં આવી છે. આ સ્માર્ટફોની કિંમત 7,999 રૂપિયા છે.


કંપનીએ ફ્લેગશિપ લેવલ પર Z6 Pro સ્માર્ટફોને લૉન્ચ કર્યો છે. Z6માં 6.39 ઇંચની ફૂલ HD સુપર ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં કંપનીએ ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 855 ચિપસેટ પ્રોસેસર ઉપયોગ કર્યો છે. આ ફોનમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર સહિત 4 લેન્સ આપ્યા છે. સેલ્ફી માટે 32 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની 8GB રેમ અને 128GB સ્ટોરેજવાળા કિંમત 33,999 રૂપિયા છે.