નવી દિલ્હીઃ ભારતમાં હાલ 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે, આ લૉકડાઉનનો સૌથી વધુ ફાયદો ચીની એપ TikTokને થયો છે, કેમકે TikTokને હાલ ભારતમાં સૌથી વધુ ડાઉનલૉડ કરવામાં આવી છે. હાલના તબક્કે આ એપ સોશ્યલ મીડિયા કેટેગરીમાં સૌથી વધુ વાર ડાઉનલૉડ કરવામાં આવનારી એપ બની ગઇ છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, એપ એનાલેટિક ફર્મ App Annieએ કહ્યું કે, ચીની કંપની ByteDanceની TikTok એપ લૉકડાઉન દરમિયાન વધુ પૉપ્યૂલર થઇ છે.



આ રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2020ની સરખામણીમાં અત્યાર સુધી આનુ ડાઉનલૉડ 20 ટકા ઝડપથી વધી રહ્યું છે, અને આના 49 મિલીયનથી વધુ નવા ડાઉનલૉડ થઇ ગયા છે.

22 માર્ચથી શરૂ થયેલા અઠવાડિયામાં આઇઓએશ પર સોશ્યલ મીડિયા નેટવર્કિંગ કેટેગરીની અંદર TikTok, વૉટ્સએપ, ફેસબુક, હેલો, ઇન્સ્ટાગ્રામ અને વીમેટ ટૉપ ડાઉનલૉડેડ એપ્સ રહી હતી.