નવી દિલ્હીઃ વીડિયો કૉલ માટે સૌથી લોકપ્રિય બનેલી Skype એપ હવે પોતાના યૂઝર્સ માટે એક ખાસ ફિચર લૉન્ચ કર્યુ છે. એપને અપડેટ બાદ હવે Skype યૂઝરને Meet Now મળી રહ્યું છે.

મીટ નાઉ ફિચરની મદદથી હવે યૂઝર સ્કાઇપ કૉલનો ભાગ બની શકો છે. આ ફિચરની મદદથી હવે સ્કાઇપ પૉપ્યુલર ઝૂમ એપને ટક્કર આપશે.

ઉલ્લેખનીય છે કે હાલ લૉકડાઉનની વચ્ચે દુનિયાભરના લોકો હાલ ઘરોમાં બંધ છે, ત્યારે આ સ્કાઇપનુ આ વીડિયો કૉલ ફિચર ખુબ મદદમાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર ઝૂમ એપની સાથે ડેટા લીક જેવો વિવાદ જોડાઇ ગયો છે, છતાં પણ સ્કાઇપે આ મીટ નાઉ ફિચર રિલીઝ કર્યુ છે.



શું છે ફિચરમાં
મીટ નાઉ, સ્કાઇપનુ એક એવુ ફિચર છે જેમાં તમે સાઇન અપ કર્યા વિના વીડિયો કૉલનો ભાગ બની શકો છે. આ માટે તમારે કોઇપણ એક સ્કાઇપ યૂઝરને મીટ નાઉનો પ્રયોગ કરવો પડશે. બાદમાં યૂઝરને મીટ નાઉ વિન્ડો ખુલી જશે. આના પર જનરેટ થયેલી લિંકને તમે પોતાની ટીમ સાથે શેર કરી શકો છો. આ લિંક મારફતે તમારી ટીમ વીડિયો કૉલને જૉઇન કરી શકે છે.