મોદી સરકારે ખેડૂતો માટે 'કિસાન રથ' નામની એપ લૉન્ચ કરી છે. આ મોબાઇલ એપથી ખેડૂતોને ખાસ ફાયદો થશે, ખેડૂતોને પોતાનો માલ મંડીઓ સુધી પહોંચાડવા માટે આસાની રહેશે.
'કિસાન રથ' એપ મારફતે ખેડૂતો અને વેપારીઓ પાકનુ ખરીદ-વેચાણ આસાનીથી કરી શકશે. આમાં માલ ભરનારા વાહનો અને ટ્રાન્સપોર્ટરોથી લઇને ખેતીના પાકની તમામ માહિતીઓ મળી શકશે, ખેડૂતો પોતાની ગાડીનુ રજિસ્ટ્રેશન પણ કરાવી શકશે. તાજેતરમાં જ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોની આર્થિક ગતિવિધિઓને પાટા પર લાવવા માટે મદદ અને પ્રાથમિક જરૂરિયાતોની વાત કહી હતી, હવે સરકાર તેને લાગુ કરી રહી છે.