નવી દિલ્હીઃ દેશભરમાં હાલ લૉકડાઉન ચાલી રહ્યુ છે, ત્યારે ટેલિકૉમ કંપનીઓએ પોતાના પ્રીપેડ ગ્રાહકોને મોટી રાહત આપી છે. વૉડાફોન-આઇડિયા અને એરટેલે હવે ઓછી આવકવારા ગ્રાહકોના પ્રીપેડ નંબરની વેલિડિટી 3 મે સુધી વધારી દીધી છે.
કંપનીઓએ આ પગલુ કોરોના વાયરસના પ્રભાવને ઓછો કરવા માટે ભર્યુ છે. લૉકડાઉનમાં આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે આ રાહતના સમાચાર છે.
આ બન્ને કંપનીઓએ લૉકડાઉનના પહેલા તબક્કામાં પોતાના ગ્રાહકો માટે વેલિડિટી વિસ્તારની જાહેરાત કરી હતી, હવે લૉકડાઉન આગળ વધતા કંપનીઓએ પણ આ વેલિડિટીને 3 મે સુધી આગળ વધારી દીધી છે.
જો કે, આ પ્લાનમાં આઉટગોઇંગ કોલ કરવાની સુવિદ્યા માત્ર 28 દિવસની વેલિટિડીની સાથે આપવામાં આવી રહી છે અને આ પ્લાન્સમાં કોઇ પ્રકારનો ઈન્ટરનેટ ડેટા આપવામાં આવશે નહીં. એરટેલના આ પ્લાન એવા લોકો માટે ફાયદાકારક છે જે જેમણે પોતાના નંબરને ચાલૂ કરવા માટે દર મહિને ન્યૂનતમ રિચાર્જ કરાવવું પડતું હતું.
એરટેલનુ કહેવુ છે કે જો ગ્રાહકોની વેલિડિટી પુરી થઇ જશે તો પણ ઇનકમિંગ કૉલ આવવાના બંધ નહીં થાય, અને વૉડાફોન ઇન્ડિયાએ પણ પોતાના ફિચર ફોન યૂઝર્ માટે આ જ પ્રકારનો લાભ આપવાની જાહેરાત કરી છે. બન્ને કંપનીઓએ લૉકડાઉનમાં પોતાના ગ્રાહકોને મોટી રાહત આપી છે.
લૉકડાઉનમાં Vodafone-Idea અને Airtelના પ્રીપેડ ગ્રાહકોને મળી આ મોટી રાહત, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Apr 2020 11:20 AM (IST)
કંપનીઓએ આ પગલુ કોરોના વાયરસના પ્રભાવને ઓછો કરવા માટે ભર્યુ છે. લૉકડાઉનમાં આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે આ રાહતના સમાચાર છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -