નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં દરેક ટેલિકૉમ કંપની પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે હોડ લગાવી રહી. આ જ કારણ છે માર્કેટમાં ગ્રાહકોને સસ્તી કિંમતે વધુ ડેટા અને કૉલિંગની સારી સુવિધા વાળા પ્લાન મળી રહ્યાં છે. જો તમે એક સારો પ્લાન લેવાનુ વિચારી રહ્યાં હોય અને બજેટ ઓછુ હોય તો અમે અહીં તમને બતાવી રહ્યાં છે 129 રૂપિયામાં મળી રહેલા સૌથી બેસ્ટ પ્લાન. આ પ્લાનમાં ઇન્ટરનેટ ડેટા અને કૉલિંગની સાથે સાથે 28 દિવસની વેલિડિટીની બેસ્ટ ઓફર અવેલેબલ છે.....
Jioનો 129 રૂપિયા વાળો પ્લાન....
જિઓના આ પ્લાન ખુબ ફાયદાકારક છે, આ પ્લાન 129 રૂપિયાનો છે, આમાં 28 દિવસની વેલિડિટી અને 2GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળશે. આની સાથે 300 SMS અને જિઓ એપ્સનુ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાન ઓછો ડેટા વાપનારાઓ માટે બેસ્ટ છે.
Vodafone-Ideaનો 129 રૂપિયા વાળો પ્લાન....
વૉડાફોન-આઇડિયામાં પણ 129 રૂપિયા વાળો પ્લાન મળી રહ્યો છે. જોકે આ પ્લાન તમને 24 દિવસની વેલિડિટીમાં જ મળી રહ્યો છે. પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ, 300 SMS અને 2 GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને કોઇપણ પ્રકારનુ સબ્સક્રિપ્શન નથી મળી રહ્યું છે.
Airtelનો 129 રૂપિયા વાળો પ્લાન.....
એરટેલનો આ પ્લાન તમને 24 દિવસની વેલિડિટી સાથે મળી રહ્યો છે. આમાં તમને 2GB ડેટા, અનલિમીટેડ કૉલિંગ અને 300 SMSની સુવિધા મળશે. આ પ્લાનમાં Amazon Primeનુ ફ્રી ટ્રાયલ, એરટેલ એક્સ્ટ્રીમનુ સબ્સક્રિપ્શન અને વિન્ક મ્યૂઝિકની સુવિધા પણ મળે છે.