નવી દિલ્હીઃ દિગ્ગજ ટેક કંપની એપલ હવે ભારતમાં આઇફોન બનાવવાનુ પ્લાનિંગ કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે એપલ ભારતમાં iPhone 12 સીરીઝનુ પ્રૉડક્શન કરવાનુ પ્લાનિંગ કરી રહી છે, અને પ્રૉડક્શન મેડ ઇન ઇન્ડિયા અંતર્ગત થશે. એક રિપોર્ટ પ્રમાણે નવુ મેડ ઇન ઇન્ડિયા iPhone 12 મૉડલ આગામી વર્ષેના મધ્યમમાં તૈયાર થઇ જશે.


એપલની તાઇવાની કંપની વિસ્ટ્રૉન, બેગ્લુંરુની પાસે નરસાપુરા પ્લાન્ટમાં iPhone 12નુ પ્રૉડક્શન શરૂ કરશે. એટલે કહી શકાય કે એપલનો નવુ મૉડલ iPhone 12 હશે, અને આગામી વર્ષે લૉન્ચ થઇ શકે છે.

2,900 રૂપિયાનું હશે રોકાણ
કંપનીએ અહીં 2,900 કરોડથી વધુનુ રોકાણ કર્યુ છે, અને વિસ્ટ્રૉને પણ નવા પ્લાન્ટ માટે 10,000 એમ્પલૉઇઝ કરવાનુ પ્લાનિંગ કરી લીધુ છે. મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટના આ વર્ષ ઓક્ટોબર સુધી પુરેપુરી રીતે શરૂ થવાની સંભાવના છે. રિપોર્ટનુ માનીએ તો લગભગ એક હજાર શ્રમિકોએ પહેલાથી જ વિસ્ટ્રૉન યોજના પર કામ કરવાનુ શરૂ કરી દીધુ છે.



ચેન્નાઇમાં iPhone 11 થયો હતો એસેમ્બલ
Appleએ તાજેતરમાં જ ચેન્નાઇના ફૉક્સકૉન પ્લાનમાં iPhone 11ને એસેમ્બલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. આશા છે કે Apple આ વર્ષના અંત સુધી iPhone SE 2020નું એસેમ્બલિંગ શરૂ કરી દેવામાં આવશે.

Appleનો આ છે હેતુ
એપલે અત્યાર સુધી સ્થાનિક લેવલે iPhone 6s, iPhone અને iPhone XRનુ પ્રૉડક્શન કર્યુ છે. સ્થાનિક મેન્યૂફેક્ચરિંગ માટે Appleનુ આ પગલુ iPhone નિર્માતાની ચીનથી બીજા દેશોમાં નિર્ભરતાને બીજી જગ્યાએ કરવામાં ભરવામાં આવ્યુ છે.