નવી દિલ્હીઃ ભારતના સ્માર્ટફોન બજારમાં શ્યાઓમીએ પોતાની અલગ ઓળખ બનાવી છે. શ્યાઓમી ખુબ ઓછી કિંમત વાળા ગ્રાહકોને વધુને વધુ ફંક્શન વાળા સ્માર્ટફોન આપી રહી છે. શ્યાઓમીના એવા કેટલાક સ્માર્ટફોન માર્કેટમાં અવેલેબલ છે, જે ગ્રાહકની પહેલી પસંદ બન્યા છે. વળી હવે શ્યાઓમીના ભારતમા Redmi 9A, Redmi 9C અને Redmi 9 લૉન્ચ કરવા જઇ રહી છે.


ખરેખર, શ્યાઓમી ઇન્ડિયાના પ્રમુખ મનુ કુમાર જૈને સોશ્યલ મીડિયાના માધ્યમથી એક જાણકારી શેર કરી છે. જાણકારી અનુસાર અંદાજો લગાવી શકાય છે કે કંપની અપકમિંગ ફોન Redmi 9ના બ્રાન્ડિંગ અંતર્ગત Redmi 9A કે પછી Redmi 9C લૉન્ચ કરી શકે છે. જોકે, મનુ કુમાર જૈને પોતાની પ્રૉડક્ટનો ખુલાસો નથી કર્યો.



Redmi 9A અને Redmi 9C વિશે....
સ્માર્ટફોન નિર્માતા કંપની શ્યાઓમીએ Redmi 9A અને Redmi 9C ને મેલેશિયામાં લૉન્ચ કરી દીધા છે. Redmi 9Aના 2 GB રેમ અને 32 GB સ્ટૉરેજ વેરિએન્ટને મિડનાઇટ ગ્રે, પીકૉક ગ્રીન અને ટ્વાઇલાઇટ બ્લૂ કલરમાં માર્કેટમાં ઉતાર્યા છે.

Xiaomના Redmi 9Aની કિંમત લગભગ 6,300 રૂપિયા છે. વળી, Redmi 9Cના 2 GB રેમ અને 32 GB સ્ટૉરેજ વેરિએન્ટને લગભગ 7,500 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે.

બન્ને ફોન એન્ડ્રોઇડ 10 બેઝ્ડ MIUI 11ને સપોર્ટ કરે છે. બન્ને ફોનમાં 6.53 ઇંચની એચડી એલસીડી ડિસ્પ્લે છે. Redmi 9Aમાં મીડિયાટેક હીલિયો જી25 પ્રૉસેસર છે, અને Redmi 9Cમાં મીડિયાટેક હીલિયો જી35 પ્રૉસેસર છે. Redmi 9Aમાં સિંગલ રિયર કેમેરા તો Redmi 9Cમાં ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવપવામાં આવ્યા છે.

Xiaomના Redmi 9A કે Redmi 9C સ્માર્ટફોનની ભારતીય માર્કેટમાં રિયલમીના Realme C2 અને મોટોના Moto C Plus સ્માર્ટફોન સાથે થશે.