નવી દિલ્હીઃ દેશમાં ત્રણ મોટી ટેલીકોમ કંપનીઓની વચ્ચે ઓફર્સને લઈને જોરદાર સ્પર્ધા છે. ત્રણેય કંપનીઓ પોત પોતાના યૂઝર્સ માટે શાનદાર પ્લાન અને ઓફર્સ રજૂ કરે છે. મોટેભાગે યૂઝર્સને વારંવાર રિચાર્જ કરાવવું ઝંઝટ લાગતું હોય છે. તેમના માટે આ કંપનીઓ લાંબી વેલિડિટીવાળા પ્લાન રજૂ કરી રહી છે. આવો જાણીએ આ ઓફર્સ વિશે.


Reliance Jio

રિલાયન્સ જિઓ પોતાના યૂઝર્સ માટે એફોર્ડેબલ પ્રીપેડ પ્લાન લાંબી વેલિડિટીની સાથે લઈને આવે છે. 329 રૂપિયાની કિંમતવાળા આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આ પેકમાં માત્ર 6 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે તેની સાથે જ આ પેકમાં જિઓ ટૂ જિઓ અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. જ્યારે અન્ય નેટવર્ક્સ પર કોલિંગ માટે આ પ્લાનમાં 3000 મિનિટ્સ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમાં 1000 એસએમએસ પણ મળી રહ્યા છે. કંપનીના આ પ્લાનમાં જિઓ એપ્સનું કમ્પ્લિમેન્ટરી સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે.

Airtel

Jio ઉપરાંત એરટેલે પણ પોતાના યૂઝર્સ માટે આવો જ પ્લાન રજૂ કર્યો છે. એરટેલનો આ પ્લાન 379 રૂપિયાનો છે. જેમાં 6 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન અંતર્ગત તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગ ઉપરાંત દરરોજ 100 એસએમએસ ફ્રી આપવામાં આવી રહ્યા છે. તેમાં Airtel Xstream Premium નું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે.

Vodafone

વોડાફોનના 379 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝર્સને કુલ 6 જીબી ડેટા અને 1000 ફ્રી એસએમએસ આપવામાં આવી રહ્યા છે. આ પ્લાન અંતર્ગત તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળી હી છે. આ પ્લાનની વેલિડીટી 84 દિવસની છે.