ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે, બ્રાઝીલમાં વ્હોટ્સએપ પે લોન્ચ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ફેસબુક પે દ્વારા પેમેન્ટ કરવું, ફેસબુક પર ફોટો, વીડિયો અપલોડ કરવા જેટલું સરળ હશે. તેમણે જણાવ્યું કે, તેના દ્વારા રૂપિયાની લેવડ દેવડ ખૂબ જ સરળ અને સુરક્ષિત હશે.
ઝકરબર્ગે પોતાની પોસ્ટમાં કહ્યું કે, ֹવ્હોટ્સએપ પેમેન્ટ લોન્ચ કર્યા બાદ નાના વેપારીઓ સીધા જ વ્હોટ્સએપથી વેચાણ કરી શકશે. તેમના અનુસાર વ્હોટ્સએપ પેમેન્ટ માટે ફેસબુક પે બનાવવા આવી રહ્યું છે જે ફેસબુકની તમામ એપ્સમાં સિક્યોર પેમેન્ટનો વિકલ્પ આપશે.’
આ રીતે WhatsApp Payment સ્ટાર્ટ કરો
WhatsAppના Settingમાં જઈને Payment ઓપ્શન પર ક્લિક કરો
હવે Add New Account ઓપ્શન સીલેક્ટ કરો.
ત્યાર બાદ એક્સેપ્ટના ઓપ્શન પર ક્લિક કરો.
હવે મેસેજથી વેરિફિકેશન પ્રોસેસને પૂરી કરવાની રહેશે.
હવે UPI લિંક્ડ પ્રોસેસને શરૂ કરવા માટે મોકલવામાં આવેલ નિર્દેશોને પૂરા કરો.
ત્યાર બાદ તમારું બેંક ખાતું સીલેક્ટ કરવાનો ઓપ્શન મળશે. આ રીતે તમારું WhatsApp payment ફીચર શરૂ થઈ જશે.
જો તમારું વ્હોટ્સએપ નંબરથી તમારું બેંક એકાઉન્ટ લિંક છે, તો તમે એક મેસેજ સેન્ડ કરીને UPIનું સેટિંગ પૂરું કરી શકો છો.