નવી દિલ્હી: ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ 11,000 થી વધુ લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા છે. એક રિપોર્ટ અનુસાર, ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ બુધવારે મોટાપાયે કર્મચારીઓની છટણી કરી હતી. કંપનીએ આવકમાં પ્લેટફોર્મ ઇન્ક દ્વારા બુધવાર વ્યાપક રૂપે તમારી કંપનીમાં કર્મની છટણી બનાવે છે. ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ આજે જાહેરાત કરી હતી કે તે ઓછી કમાણી અને આવકમાં ઘટાડાને પગલે ખર્ચ ઘટાડવા માટે 11,000 કરતાં વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે. નોંધનીય છે કે એલન મસ્કની માલિકી ધરાવતા ટ્વિટર અને માઇક્રોસોફ્ટ સહિતની અન્ય મોટી ટેક કંપનીઓ પણ મોટાપાયે કર્મચારીઓની છટણી કરી રહી છે.






મેટાના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝુકરબર્ગે આજે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે આજે હું મેટાના ઇતિહાસમાં અમે કરેલા કેટલાક સૌથી મુશ્કેલ ફેરફારો શેર કરી રહ્યો છું. મેં અમારી ટીમનું કદ લગભગ 13% ઘટાડવાનું નક્કી કર્યું છે અને અમારા 11,000 થી વધુ પ્રતિભાશાળી કર્મચારીઓને હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ટ્વિટર અને માઇક્રોસોફ્ટ સહિતની અન્ય મોટી ટેક કંપનીઓમાં પણ કર્મચારીઓની મોટાપાયે છટણી કરવામાં આવી રહી છે.


ઝુકરબર્ગે કહ્યું હતું કે અમે ખર્ચ ઘટાડી હાયરિંગને રોકીને એક કુશળ કંપની બનાવવા માટે વધારાના પગલા લઇ રહ્યા છીએ. નિર્ણયોની જવાબદારી લેતા માર્ક ઝુકરબર્ગે મેટા કર્મચારીઓ પાસે માફી માંગી હતી. તેમણે કહ્યું કે હું આ નિર્ણયોની જવાબદારી લેવા માંગું છું. હું જાણું છું કે આ બધા માટે મુશ્કેલ છે અને મને આ નિર્ણયથી પ્રભાવિત લોકો માટે દુઃખ છે.


કંપનીમાંથી હાંકી કાઢવામાં આવેલા કર્મચારીઓને કંપની તરફથી છ સપ્તાહની બેઝિક સેલેરી આપવામાં આવશે. કંપનીએ કહ્યું કે કર્મચારીઓને છ મહિના માટે સ્વાસ્થ્ય સેવાનો ખર્ચ આપવામાં આવશે. મેટામાંથી કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય ટ્વિટર દ્ધારા લેવામાં આવેલા નિર્ણય બાદ લેવામાં આવ્યો હતો. એલન મસ્કે ટ્વિટરની ખરીદી કર્યા બાદ કર્મચારીઓની સંખ્યામાં લગભગ 50 ટકાનો ઘટાડો કર્યો હતો. સ્નેપચેટ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે કંપની પોતાના વર્કફોર્સમાં 20 ટકાનો ઘટાડો કરશે.