નવી દિલ્હીઃ સ્પેનના બાર્સેલોનામાં આયોજિત થનારા મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2019 (MWC 2019) પહેલા જ Mi Mix 3 5G સ્માર્ટફોન પરથી પડદો ઉંચકાઈ ગયો છે. દાવો કરવામાં આવ્યો છે કે, શાઓમીનો આ ફોન વિશ્વમાં વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ થનાર પ્રથમ 5જી હેન્ડસેટ હશે. તેમાં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર અને સ્નેપડ્રેગન એક્સ50 5જી મોડલનો ઉપયોગ થયો છે. તેના વિશે 20 ગણું વિશ્વાસપાત્ર પરફોર્મન્સનો દાવો કરવામાં આવી રહ્યો છે.



MWC 2019માં શિયોમી Mi Mix 3 5Gને ઓછી કિંમતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 599 યુરો (લગભગ 48,251 રૂપિયા) છે. જો ભારતમાં આ કિંમતે જ ફોન લોન્ચ કરવામાં આવશે તો તે 2019માં લોન્ચ થયેલા અત્યાર સુધીના 5G સ્માર્ટફોનમાં સૌથી સસ્તો સ્માર્ટફોન હશે.



Mi Mix 3 5G વેરિએન્ટમાં Xiaomiએ નવું સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપ્યું છે. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન X50 મોડેમનો ઉપયોગ કરશે. જેનો અર્થ થયો કે Mi Mix 3 5G માત્ર 5G નેટવર્કને જ સપોર્ટ કરશે. શિયોમીએ દાવો કર્યો છે કે, Mi Mix 3 5Gમાં 2Gbps સુધી ડાઉનલોડ સ્પીડ મળશે.



આમાં 6.39 ઇંચ ફુલ HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન લેટેસ્ટ MIUI 10 પર કામ કરે છે. ફોટોગ્રાફી માટે આમાં 12 મેગાપિક્સલ રિયર કેમેરા અને 2 મેગાપિક્સલના બે કેમેરા આપવામાં આવ્યા છે. રિયર કેમેરામાં 960fps સ્લો મોશન અને AI ફીચર્સ પણ છે. સેલ્ફી માટે 24 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલના બે કેમેરા આપવામાં આવ્યા છે. આનો ફ્રન્ટ કેમેરો Live Bokeh મોડને પણ સપોર્ટ કરે છે. પાવર માટે આમાં 3800mAhની બેટરી આપવામાં આવી છે. જે ક્વિક ચાર્જ 4+ને સપોર્ટ કરે છે.