નવી દિલ્હીઃ ફેસ્ટિવ સિઝન પહેલા ભારતમાં સેલનો સિલસિલો શરૂ થવા જઇ રહ્યો છે. કેટલીક ટેક કંપનીઓ પોતાની જાણીતી અને મોંઘી પ્રૉડક્ટ્સને સેલમાં વેચવાની તૈયારીમાં છે. આ બધાની વચ્ચે શ્યાઓમી પોતાની ગ્રાહકોને પોતાના મોંઘા ફોનને સસ્તામાં આપવાનુ પ્લાનિંગ કરી રહી છે. ખરેખરમાં શ્યાઓમી આગામી 16મી ઓક્ટોબરથી Miની ઓફિશિયલ વેબસાઇટ mi.com પર Mi saleની શરૂઆત કરી રહી છે. છ દિવસ ચાલનારા આ સેલમાં શ્યાઓમી ગૉલ્ડ, પ્લેટિનમ અને ડાયમન્ડ વીઆઇપી મેમ્બર્સને ડીલ્સ અને ઓફર્સની અર્લી એક્સેસ પણ આપશે. આ મેમ્બર્સ એક દિવસ પહેલા જ સેલમાં મળનારી પ્રૉડક્ટ્સને એક્સેસ કરી શકશે.


સસ્તી કિંમતમાં મળશે...
MIના સેલ દરમિયાન કેટલીય પ્રૉડક્ટ્સના ભાવ ઘટી જશે. કંપની 15 ઓક્ટોબરથી ભારતમાં પોતાની Mi 10T Seriesને લૉન્ચ કરવાની છે, અને આ નવી સીરીઝ અંતર્ગત Mi 10T અને Mi 10T Pro સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવશે.

મળશે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ....
આ સેલ માટે Xiaomiએ એક્સિસ બેન્ક અને બેન્ક ઓફ બરોડા સાથે પાર્ટનરશીપ કરી છે. એક્સિસ બેન્ક કાર્ડ અને બેન્ક ઓફ બરોડા કાર્ડ પર કસ્ટમર્સને 1000 રૂપિયા સુધીનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.

1 રૂપિયામાં ખરીદી શકાશે પ્રૉડક્ટ્સ
આ વખતે Mi Saleમાં 16 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે ચાર વાગ્યે એક રૂપિયા વાળી ફ્લેશ સેલ થશે. આ દરમિયાન કસ્ટમર્સની પાસે એક રૂપિયામાં પ્રૉડક્ટ્સને ખરીદવાનો મોકો હશે, સેલમાં રેડમી નોટ 9 પ્રૉ અને Mi ટીવી 4એ 32 ઇંચ હૉરિઝન એડિશન વગેરે ખરીદવાનો મોકો મળશે.