નવી દિલ્લીઃ 4 ઓક્ટોબરે મોટોરોલા પોતાનો ફ્લેગશિપ ફોન moto z મોડ્યૂલર લૉંચ કરી શકે છે. મોટોરોલા ઇંડિયાએ ટ્વિટર પર એક વીડિયોને પણ પોસ્ટ કર્યો છે. વીડિયોમાં JBL મોટો મૉડ્સની જલક જોવા મળે છે. આ ટ્વિટથી કંપની Z સીરિઝ સાથે મોટો મૉડ્સ પણ લૉંચ કરી શકે છે. અત્યાર સુધી એ નક્કી નથી થયુ કે કંપની Z સીરિઝના ત્રણેય ફોન લૉંચ કરશે કે એક.


ધ્યાન આપવા વાળી વાત એ છે કે, moto z સ્માર્ટફોનને આ વર્ષે જૂનમાં અંતરરાષ્ટ્રીય બજારમાં લૉંચ કરવામાં આવ્યો છે. જેના નામો moto z, moto z forse, અને moto z play છે. આ ડિવાઇસની પાછળ moto zને જોડી શકાય છે. moto z હાલમાં અમેરિકા, બ્રિટેન અને લેટિન અમેરિકા દેશોમાં ત્રણ વેરાઇટીમાં ઉપલબ્ધ છે.

moto zમાં 5.5 ઇંચની ડિસ્પ્લે છે આમાં 4 GB RAM આપવામાં આવી છે. સાથે જ તેમા 64 જGB ઇંટરનલ મેમરી છે અને એમા માઇક્રોએસડી કાર્ડ લગાડવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. તેની વધુ એક ખૂબી એ છે કે, તેમા ટાઇપ સી યૂએસબી પોર્ટ હશે. આની મદદથી ફોન જલ્દી ચાર્જ થશે અને યૂએસબી કેબલથી જલ્દી ડાટા ટ્રાંસફર કરી શકાશે.