મોટોરોલાએ પોતાનો નવો પ્રીમિયમ સ્માર્ટફોન મોટોરોલા એજ 20 પ્રો ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનમાં 144Hz રિફ્રેશ રેટ સાથે AMOLED ડિસ્પ્લે મળશે. ફોનમાં પંચ હોલ ફ્રન્ટ કેમેરા અને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ કરવામાં આવ્યું છે. આ 5G સ્માર્ટફોન છે, જે 30W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ભારતીય બજારમાં, તે OnePlus 9R, Samsung Galaxy S20 FE અને Mi 11X Pro સાથે સ્પર્ધા કરી શકે છે.


મોટોરોલા એજ 20 પ્રો કિંમત અને ઓફર


આ ફોન 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજના સિંગલ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેની કિંમત 36,999 રૂપિયા છે. તમે આ ફોનને મિડનાઇટ સ્કાય અને ઇરિડેસેન્સ ક્લાઉડ કલર ઓપ્શનમાં ખરીદી શકશો. કંપની 3 ઓક્ટોબરથી તેની પ્રી-બુકિંગ શરૂ કરશે. લોન્ચિંગ ઓફર હેઠળ એક્સિસ અને આઈસીઆઈસીઆઈ બેંક કાર્ડથી ખરીદી પર 10% ની છૂટ આપવામાં આવશે. તમે 6 મહિના નો કોસ્ટ EMI પર પણ ફોન ખરીદી શકશો.


મોટોરોલા એજ 20 પ્રો ના સ્પેસિફીકેશન્સ



  • ફોન ડ્યુઅલ નેનો-સિમને સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઇડ 11 આધારિત માય યુએક્સ પર ચાલે છે. ફોનમાં 7-ઇંચ ફુલ-એચડી + (1,080x2,400 પિક્સલ) મેક્સ વિઝન એમોલેડ ડિસ્પ્લે છે. તેમાં 144Hz રિફ્રેશ રેટ છે. તે HDR10+ને સપોર્ટ કરે છે. ફોનમાં 2.5 ડી કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન છે. આ ફોનમાં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 870 પ્રોસેસર એડ્રેનો 650 GPU અને 8GB LPDDR5 રેમ છે.

  • ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ કરવામાં આવ્યું છે. તેમાં 108-મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર (f/1.9 અપર્ચર), 8-મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને 16-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ શૂટર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32 મેગાપિક્સલનો કેમેરા લેન્સ છે.

  • ફોનમાં 128GB UFS 3.1 સ્ટોરેજ મળશે. કનેક્ટિવિટી માટે, 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth v5.1, GPS / A-GPS, NFC અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યા છે. ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. તેને 4,500mAh ની બેટરી આપવામાં આવી છે, જે 30W ટર્બોપાવર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.