Netflix News: વીડિયો સ્ટ્રીમિંગ સેવા આપતી કંપની નેટફ્લિક્સ એક મોટો ફેરફાર કરવા જઇ રહી છે. નેટફ્લિક્સ કંપનીએ કહ્યું કે, તે ફેમિલીના બહારના લોકો સાથે એકાઉન્ટ શેર કરનારા યૂઝર્સ પાસેથી વધુ ચાર્જ વસૂલશે.  


ટેક ક્રન્ચ અનુસાર, કંપનીએ નવા ચાર્જનુ ટેસ્ટિંગ માર્ચમાં ચિલી, કૉસ્ટારિકા, અને પેરુમાં કરવાનુ શરૂ કરી દીધુ હતુ, પરંતુ આગામી એકવર્ષે આને વૈશ્વિક લેવલ પર લાગુ કરવાની યોજના બનાવી રહી છે.  


નેટફ્લિક્સે કહ્યું કે, તેને આ ફિચરનુ ટેસ્ટિંગ કરવાનુ લગભગ એકવર્ષ જેટલો સમય લાગી જશે અને એ ત્યારે નક્કી કરી શકાશે કે પોતાની ફેમિલી બહારના લોકો સાથે એકાઉન્ટ શેર કરનારા યૂઝર્સ પાસેથી શું ચાર્જ લેવામાં આવે. કંપનીના મુખ્ય ઉત્પાદન અધિકારી ગ્રેગ પીટર્સે બતાવ્યુ કે કંપની છેલ્લા બે વર્ષથી આ દિશામાં કામ કરી રહી હતી. તાજેતરમાં જ આને ટેસ્ટ કરવામાં આવ્યો અને યોગ્ય ચાર્જની જાણ થવામાં થોડોક સમય લાગશે.  


નેટફ્લિક્સ હાલમાં કેટલીય જગ્યાઓ પર યૂઝર્સને સ્ટાન્ડર્ડ અને પ્રીમિયમ સબ્સક્રિપ્શનની સાથે સબ એકાઉન્ટ જોડવાની પણ છૂટ આપી રહ્યું છે. આ સબ એકાઉન્ટ, તે લોકો માટે છે, જે સબ્સક્રાઇબરની સાથે નથી રહેતા. દરેક સબ એકાઉન્ટને પોતાની પ્રૉફાઇલ અને રિકમ્નડેશન વગેરે હશે. આ જીપીએસ આધારિત નહીં હોય. આ આઇપી એડ્રેસ, ડિવાઇસ આઇડી વગેરનો ઉપયોગ કરશે અને આનાથી જાણવા મળશે કે યૂઝર્સ પોતાના એકાઉન્ટ ઘરની બહારના લોકો સાથે શેર કરી રહ્યો છે કે નહીં.


આ પણ વાંચો....... 


IPL 2022: પ્રેક્ટિસ દરમિયાન મધમાખીઓએ કર્યો હુમલો, આ રીતે મુંબઈ ઈંડિયન્સના ખેલાડીઓ બચ્યા, જુઓ વીડિયો


હવે મોદી સરકાર આ કર્મચારીઓને આપશે ભેટ, જલદી વધશે પગાર


તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે? શોધવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો


સેબીએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે રોકાણકારોને UPI અને SMS દ્વારા આ સુવિધાઓ મળશે


ગુજરાતના વાતાવરણમાં પલટોઃ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત