નવી દિલ્હીઃ દેશમાં કોરોના નાથવા મોદી સરકારે એક્શનમાં આવી છે, નીતિ આયોગે આ માટે AarogyaSetu Mitr વેબસાઇટને લૉન્ચ કરી છે. આ કામ માટે નીતિ આયોગે વડાપ્રધાનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની સાથે ભાગીદારી કરી છે. સરકારે આ પહેલા કૉવિડ માટે ખાસ AarogyaSetu એપ લૉન્ચ કરી હતી.


AarogyaSetu Mitr વેબસાઇટનુ લક્ષ્ય કૉવિડ-19ના સંકટના સમયમાં બધા ભારતીયો તેમના ઘરે જ સ્વાસ્થ્ય સેવા પહોંચાડવાનો છે. AarogyaSetu Mitr પર યૂઝર્સ કૉવિડ-19 વિશે ડૉક્ટરો સાથે મફતમાં વિચાર-વિમર્શ અને પરામર્શ કરી શકશે.

આ વેબસાઇટ પર લૉગ ઇન કરીને યૂઝર્સ ત્રણ ઓપ્શનમાં કોઇના માટે વિકલ્પ પસંદ કરી શકે છે. ડૉક્ટરો સાથે પરામર્શ, હૉમ લેબ ટેસ્ટ અને ePharmacy.



હૉમ લેબ ટેસ્ટ સેક્શનમાં ડૉક્ટર લાલ પેથલેબ્સ, એસઆરએલ ડાયગ્નોસ્ટિક્સ, મેટ્રૉપોલિસ, થાયરૉકેર અને અન્ય સામેલ છે. આમાંથી કોઇના પર પણ ક્લિક કરીને યૂઝર કંપનીની વેબસાઇટ પર પહોંચી જાય છે. જ્યાંથી તે ટેસ્ટિંગ માટે અરજી કરી શકે છે. EPharmacy ટેબ તમને 1mg, netmeds.com, MedLife અને PharmEasy પાસેથી દવાઓ ઓર્ડર કરવા દે છે.

ડૉક્ટરો સાથે પરામર્શ ઓપ્શન પર ક્લિક કરીને યૂઝર eSanjeevani OPD, Swasth, StepOne, Tata Bridgital Health અને Tech Mahindra's Conectense Telehealth platformની સાથે જોડાવવાની પંસદ કરી શકે છે. ચેટ, કૉલ કે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી પણ કરવુ શક્ય છે.

આ વેબસાઇટ સ્વંયસેવકોની ભાગીદારીની સાથે પીએસએ અને નીતિ આયોગ કાર્યાલયો અંતર્ગત ઓપરેટ થાય છે. જોકે, AarogyaSetu Mitr માટે કોઇ એપ નથી.