નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની શ્યાઓમી પોતાના નવો સ્માર્ટફોન Mi10 5G ભારતમાં 8મી મેએ લૉન્ચ કરવા જઇ રહી છે. આ કંપનીનો 5G સ્માર્ટફોન હશે.

શ્યાઓમીના આ Mi10 5G ફોનની સૌથી મોટી ખાસિયત તેનો કેમેરો છે. આ ફોનમાં 108MPનો કેમેરો આપવામાં આવશે.

શ્યાઓમીના નવા Mi10 5G સ્માર્ટફોનની ભારત વિશેની હજુ કોઇ માહિતી સામે નથી આવી, પણ શ્યાઓમીના વાઇસ પ્રેસિડેન્ટ અને ઇન્ડિયા એમડી મનુ કુમાર જૈને પહેલા જ જણાવી દીધુ હતુ કે ડાયરેક્ટ ઇમ્પોર્ટ, હાઇ જીએસટી રેટ અને રૂપિયામાં ઉતાર-ચઢાવના કારણે આની કિંમત ચીનમાં લૉન્ચ થયેલા મૉડલ કરતા અલગ હશે. માનવામાં આવે છે કે ફોનની કિંમત CNY 3,999 (લગભગ 42,400 રૂપિયા) હોઇ શકે છે.

રિપોર્ટ પ્રમાણે, નવા Mi10 5Gની પ્રી-બુકિંગ 8 મેથી 17 મે સુધી ચાલશે, બુકિંગ કરનારા ગ્રાહકોને 2499 રૂપિયાની વાયરલેસ પાવરબેન્ક ફ્રીમાં મળશે.



Xiaomi Mi10 5Gના સંભવિત ફિચર્સ
Xiaomi Mi10 5Gમાં 6.67 ઇંચની ફૂલ એચડી કર્વ્ડ એમૉલેડ ડિસ્પ્લે મળશે. ફોટોગ્રાફી માટે આમાં ચાર રિયર કેમેરાનો સેટઅપ આપવામાં આવ્યો છે. જેમા સૌથી ખાસ આનુ 108MPનુ પ્રાઇમરી સેન્સર છે. આ ઉપરાંત આમાં 13MPનો વાઇડ એન્ગલ લેન્સ અને 2 MP ના બે સેન્સર સામેલ છે. આ ઉપરાંત આ ફોનમાં 20MPનો પંચ હૉલ ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ ફોનથી 8K વીડિયો રેકોર્ડિંગ કરી શકાય છે.

નવા Xiaomi Mi10 5G માં પરફોર્મન્સ માટે ઓક્ટા-કૉર સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર મળશે, આ ઉપરાંત 12GB સુધીની રેમ અને 256GB સુધીનુ સ્ટૉરેજ મળશે. આમાં 4,780mAh ની બેટરી પણ મળશે.