ખાસિયતો અને કિમત
નોકિયા 215 અને નોકિયા 225 માં મોટુ અંતર કેમેરાનુ છે, નોકિયા 215 4જીમાં કોઇ કેમેરો નથી, બન્ને ડ્યૂલ સીમ છે, અને 2.4 ઇંચ એલસીડી ડિસ્પ્લે, ફિજીકલ ટી9 કીબોર્ડની સાથે બેઝલ્સમાં લેસ છે. ફોનનુ સ્ટૉરેજ 32જીબી સુધી લંબાવી શકાય છે. કંપનીએ બન્ને ફિચર ફોનમાં સ્નેક ગેમ પણ એડ કરી છે.
આ બન્ને ફોન ચાર હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં મળી જશે. રિપોર્ટ પ્રમાણે નોકિય 215 4જી લગભગ 3100 રૂપિયા અને નોકિયા 225 4જી લગભગ 3800 રૂપિયામાં માર્કેટમાં અવેલેબલ થશે.
બીજા દેશોની સરખામણીમાં ભારતમાં ફિચર ફોનની સારી ડિમાન્ડ છે, નોકિયાના ફિચર ફોનની ટક્કરમાં રિલાયન્સ જિઓ, લાવા, ઇન્ટેક્સ જેવી કંપનીઓના ફોન છે. જોકે, નોકિયાએ તાજેતરમાંજ બે નવા સસ્તાં સ્માર્ટફોન લૉન્ચ કર્યા હતા, નોકિયા 2.4 અને નોકિયા 3.4.