નવી દિલ્હી: સ્માર્ટફોન બનાવતી કંપની નોકિયા 3.4 સ્માર્ટફોન 15 ડિસેમ્બર સુધીમાં ભારતમાં લોન્ચ કરશે. આ કંપનીનો બજેટ સ્માર્ટફોન હશે. નોકિયા 3.4 સ્માર્ટફોનને 12,000 રૂપિયાની કિંમતે લોન્ચ કરી શકે છે. નોકિયા 3.4 સ્માર્ટફોનની જાહેરાત આ વર્ષે સપ્ટેમ્બરમાં નોકિયા 2.4 સાથે કરવામાં આવી હતી. આ ફોન બે સ્ટોરેજ વેરિયન્ટ3GB રેમ 32GB સ્ટોરેજ અને 4GB રેમ 64GB સ્ટોરેજ સાથે આવશે.


સ્પેસિફિકેશન્સ

નોકિયા 3.4માં 6.39 ઇંચની ફુલ એચડી પ્લસ એલસીડી પેનલ આપવામાં આવી છે, જે પંચ હોલ કેમેરા કટઆઉટ્સ સાથે આવે છે. ફ્રન્ટ કેમેરા ઉપરના ડાબા ખૂણામાં આપવામાં આવ્યો છે. નોકિયા 3.4 સ્માર્ટફોનને પાતળો બેઝલ આપવામાં આવશે. તે નોકિયાનું બ્રાન્ડિંગ પણ પ્રદાન કરશે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 460 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાવરબેકઅપ માટે ફોનમાં 4,000mAhની બેટરી છે, જે 10W ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સાથે આવશે. ફોનને યુએસબી ટાઇપ સી ચાર્જરની મદદથી ચાર્જ કરી શકાય છે. પ્રાઇમરી કેમેરો 13MP, 5MP અલ્ટ્રા વાઇડ લેન્સ અને 2MP ડેપ્થ સેન્સર સપોર્ટ સાથે આવશે. નોકિયા 3.4 સેલ્ફી માટે 8MP કેમેરા સાથે આવે છે, જે પંચહોલ કટઆઉટ સાથે આવશે.

નોકિયા 3.4ને વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યો છે. તેની શરૂઆતની કિંમત 159 યુરો (13,700 રૂપિયા) છે. નોકિયા 3.4 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 ઓએસ પર કામ કરશે. ફોનમાં 6.39 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે હશે. ફોનમાં ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 460 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં 64GB સ્ટોરેજમાં બે વેરિએન્ટ 3GB રેમ 32GB સ્ટોરેજ અને 4GB રેમ મળશે. ફોનની સ્પેસને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારીને 512GB કરી શકાય છે.