નવી દિલ્હીઃ લોકો આતુરતાથી નોકિયાના સ્માર્ટપોનની રાહ જોઈ રહ્યા છે. નોકિયાના નવા ડિવાઈસ D1Cને GFX બેન્ચમાર્ક વેબસાઈટ પર જોવા મળ્યો છે. આ લિસ્ટિંગમાં સામે આવેલ કેટલીક જાણકારી યૂઝર્સને નિરાશ કરી શકે છે. લિસ્ટિંગ અનુસાર આ ડિવાઈસમાં 13.8 ઇંચની સ્ક્રીન હશે. એવામાં સ્પષ્ટ છે કે આ ડિવાઈસ ટેબલેટ હોઈ શકે છે.
ચાલુ મહિનાની શરૂઆતમાં અહેવાલ સામે આવ્યો તો કે નોકિયા D1C સ્માર્ટપોન એક મિડરેન્જ સમાર્ટપોન હશે. બેન્ચમાર્ક સાઈટ અનુસાર તેમાં 1.4GHz ઓક્ટાકોર પ્રોસેસર અને 3 જીબી રેમ આપવામાં આવી છે. સમાચાર છે કે નોકિયા ડિવાઈસ એન્ડ્રોયીડ 7.0 નોગટ ઓપરેટિંગ સિસ્ટમની સાથે આવશે.
નોકિયાના બજારમાં પરત ફરવાને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સુક્તા છે. નોકિયા કંપની પણ આ નવા ડિવાઈસની મદદથી બજારમાં ફરી એક વખત પોતાનું વર્ચસ્વ જમાવવા માગે છે.
તમને જણાવીએ કે બજારમાં પોતાનું અસ્તિત્વ બચાવી રાખવા માટે સંઘર્ષ કરી રહેલ આ કંપનીએ મેમાં કહ્યું હતું કે તેણે ફિનલેન્ડ સ્થિત એચએમડીને નોકિયા બ્રાન્ડ નામથી મોબાઈલ ફોન અને ટેબલેટ બનાવવાની લાઈસન્સ આપ્યું છે.
બે વર્ષ પહેલા માઈક્રોસોફ્ટે નોકિયાના ફોન કારોબારને 7.2 અબજ ડોલરમાં ખરીદ્યો હતો.